Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બહારથી સામાન્ય SUV… અંદર દારૂનું ગોડાઉન! અંકલેશ્વરમાં TUV-300ના ગુપ્ત ચોરખાનામાંથી 901 દારૂની બોટલો ઝડપાઈ

Share

અંકલેશ્વર GIDC પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરી માટે ખાસ રીતે મોડિફાય કરાયેલી મહીંદ્રા TUV-300 કારનો પર્દાફાશ કર્યો છે. કારના બમ્પર, સીટ નીચે અને પાછળના ભાગમાં બનાવાયેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 901 બોટલો મળી આવી હતી. પોલીસે ₹6.72 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

GIDC પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભડકોદ્રા ગામના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલી લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ઉભેલી સફેદ રંગની મહીંદ્રા TUV-300 કારની તપાસ દરમિયાન પોલીસે કારના આગળ-પાછળના બમ્પર, વચ્ચેની સીટની નીચે તેમજ પાછળની બ્રેક લાઈટ નજીક કુશળતાપૂર્વક બનાવાયેલા ગુપ્ત ચોરખાના શોધી કાઢ્યા હતા.

Advertisement

પોલીસે ખાસ સાધનોની મદદથી ચોરખાના ખોલતાં તેમાંથી 180 મિલીની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 901 બોટલો મળી આવી હતી. સ્થળ પરથી દારૂ બહાર કાઢી રહેલા **મોહમંદ કૈફ એઝાઝ અહમદ સૈયદ (ઉં.25, રહે. ભડકોદ્રા)**ને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગેરકાયદેસર વેચાણ માટે ચોરખાનામાં સંતાડીને અંકલેશ્વર લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

દરોડા દરમિયાન કારનો ડ્રાઇવર અનવર સિપાઈ કારની ચાવી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેના કારણે પોલીસે ક્રેન બોલાવી કારને GIDC પોલીસ મથકે લઈ જઈ વધુ તકનીકી તપાસ હાથ ધરી હતી.

પોલીસે દારૂની અંદાજિત ₹1,67,586 કિંમત, ₹5 લાખની મહીંદ્રા TUV-300 કાર તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ ₹6,72,586નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન મોહમંદ કૈફ એઝાઝ અહમદ સૈયદ, રાહુલ અને ફરાર ડ્રાઇવર અનવરભાઈ સિપાઈની સંડોવણી સામે આવી છે. પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ પોલીસથી બચવા બુટલેગરો હવે વાહનોના મૂળ માળખામાં ફેરફાર કરીને ગુપ્ત ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનો નવો રસ્તો અપનાવી રહ્યા છે. જોકે બાતમી, ટેક્નિકલ સર્વેલન્સ અને સતર્ક પોલીસ કાર્યવાહીના કારણે આવા રેકેટનો ભાંડો ફરી એકવાર ફૂટી ગયો છે.


Share

Related posts

ભરૂચ-CISFના કોન્સ્ટેબલ પાસેથી ATMની વિગતો મેળવી 45 હજારની ઠગાઇ..

ProudOfGujarat

મોબાઈલ સ્નેચિંગ કરતાં બે શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

ગુજરાતમાં આશા બહેનોની કામગીરી દિવસ 30 પગારનું ચૂકવણું દિવસ 24 : આશા બહેનોના પ્રશ્નોની રજૂઆત કરતા સાજેદ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!