Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાના સિંધોત ગામે નજીવા મુદ્દે સાસુ-વહુ પર પરિવારનો હુમલો

Share

8 વર્ષના બાળકે ક્રિકેટ રમતી વેળાં કાર પર બોલ મારવા મુદ્દે બબાલ
ભરૂચ.
ભરૂચ તાલુકાના સિંધોગ ગામે પટેલ ફળિયામાં રહેતાં ભાવના હેમંત  ગોહિલનો 8 વર્ષનો પુત્ર  શુભમ બપોરના સમયે પ્લાસ્ટીકની બેટ અને બોલ લઇને ઘરેથી ફળિયામાં રમવા ગયો હતો. થોડા સમય બાદ ફળિયામાં ઝઘડાનો અવાજ આવતો હોઇ તેમણે બહાર નિકળી જોતાં તેમની સાસુ સરોજ સાથે ફળિયામાં રહેતાં સુમન ઉર્ફે મીના નિલેશ પઢિયાર ઝઘડો કરી રહી હતી. ત્યાં જતાં તે ભાવના સાથે પણ ઝઘડો કરવા લાગી હતી. સુમને તેમને બન્નેને ધમકાવી કહેતી હતી કે, તારા છોકરા શુભમે ક્રિકેટ રમતાં ચારથી પાંચવાર દડો અમારી કારમાં માર્યો છે. જેથી કારને નુકસાન થતાં કાર શો-રૂમ પર લઇ જઇ રિપેરીંગ કરી લાવ તેમ કરી ઝઘડો કરી રહી હતી. અરસામાં તેમનો પુત્ર ત્યાં ન હોવાને કારણે તેઓ તેને શોધવા આજુબાજુના ફળિયામાં ગયાં હતાં. જ્યાંથી પરત આવતી વેળાં સુમન તેના હાથમાં પાળિયુ તેમજ તેનો પતિ નિલેશ પહાડસંગ  પઢિયાર તથા પુત્ર કૃણાલ અચાનક તેમની પાસે દોડી આવ્યાં હતાં. તેમણે તેમના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને શુક્લતીર્થની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ProudOfGujarat

હાંસોટ : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકા-બા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોની મેડિકલ તપાસણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : કલરવ સંસ્થામાં શારીરિક ચેલેન્જ આપતા બાળકોની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!