Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં જુગાર રમતાં 3 ઝડપાયાં

Share

જાહેરમાં સ્ટ્રીટ લાઇટ નીચે મહેફિલ જમાવી હતી
ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે તેમણે સ્થળ પર દરોડો પાડતાં બાતમીના સ્થળે એક સ્ટ્રીટ લાઇટ નીચે ત્રણ જણા જુગાર રમી રહ્યાં હોવાનું જણાતાં ટીમે તેમને ઘેરી લઇ ત્રણેયને ઝડપી પાડ્યાં હતાં. ઝડપાયેલાઓન નામ ધર્મેશ કમલેશ નાયર, રાહૂલ વસંત શર્મા (બન્ને રહે, ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી) હોવાનું જ્યારે ત્રીજાનું નામ હર્ષદ સબુર બારીયા (રહે. શ્યામવિલા સોસાયટી, ચાવજ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમની પાસેથી દાવ પર લાગેલાં તેમજ અંગઝડતીના મળી કુલ 1060 રૂપિયા જપ્ત કર્યાં હતાં. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે ઝડપાયેલાં ત્રણ પૈકી એક પણ જુગારિયા પાસે પોલીસને એક પણ મોબાઇલ મળ્યો ન હતો. બીજી તરફ ચાવજનો શખ્સ અહીં જુગાર રમવા જ આવ્યો હતો કે, પછી તેને અને તેની સાથે ઝડપાયેલાં આરોપીઓને  વિસ્તારમાં ચાલતાં અન્ય કોઇ ગોરખધંધામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે.

Share

Related posts

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઈન્દોર ગામથી વાસણા સુધીનાં રસ્તા પર ચાલતી ઓવરલોડ ટ્રકોથી સ્થાનિકો ત્રાહિમામ…

ProudOfGujarat

સુરત જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી બે દિવસ દરમિયાન ખાનગી હોસ્પિટલોને ૫૧૭૭ રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!