Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુલેર ગામે ધંધાકીય અદાવતે કાર ચડાવી હત્યાનો પ્રયાસ : મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટી ઝડપાઈ, ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ધંધાકીય અદાવતને લઈને થયેલા હત્યાના પ્રયાસના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ફિલ્મી ઢબે કાર હંકારી આવી બે-ત્રણ બમ્પર કુદાવી મકસુદ પટેલને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસે ઘટનાનું એ ટુ ઝેડ રી-કન્સ્ટ્રક્શન કરાવતા સ્થળ પર ગ્રામજનોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.

મળતી માહિતી મુજબ, 15મી ફેબ્રુઆરીના રોજ બપોરે મુબ્બસીર ગઠ ટેન્કર લઈને જૂના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મકસુદ પટેલે તેને પૂછ્યું હતું કે તેના પિતા હનીફ ગઠ દ્વારા કચડી મારવાની ધમકી કેમ આપવામાં આવે છે. આ વાતથી ઉશ્કેરાઈ મુબ્બસીર ગઠે તરત જ પોતાના પિતાને ફોન કર્યો હતો.

Advertisement

ફોન મળતાં જ હનીફ ગઠ, જે ઘટના સ્થળથી આશરે એક કિલોમીટર દૂર ચોકડી નજીક પોતાના ઘરે હતો, તે સુફિયાન ગઠ સાથે કારમાં ધસી આવ્યો હતો. આરોપીએ આશરે 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે કાર દોડાવી મકસુદ પટેલને અડફેટે લીધો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે પીડિતને 25 થી 30 ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો. એટલું જ નહીં, કાર રીવર્સમાં લઈને ફરી ચડાવવાનો પ્રયાસ કરી હત્યાનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો. બનાવમાં મકસુદ પટેલને હાથ-પગમાં ફ્રેક્ચર તેમજ માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુબ્બસીર ગઠ અને સુફિયાન ગઠ સુરતમાં સંબંધીના ઘરે છુપાયા હોવાની માહિતી મળતાં વાગરા પોલીસે સુરતમાં ધામા નાખી બંનેને ઝડપી પાડી સબજેલમાં રવાના કર્યા હતા.

ત્યારબાદ મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ કરજણ બસ સ્ટેન્ડ નજીક અન્યત્ર ભાગવાની ફિરાકમાં ઉભો હોવાની બાતમી મળતાં પોલીસે તેને પણ દબોચી લીધો હતો. મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘટના કેવી રીતે બની તેની હકીકત જાણવા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ઉમટ્યા હતા અને પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.


Share

Related posts

પ્રેમીકાએ કહી દીધુ કે પહેલા તું વ્યસન મુક્ત થા, પછી લગ્નનો પ્રસ્તાવ લઇને હું તારા ઘરે આવીશ

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતેથી છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!