Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલો ટેમ્પો પલ્ટી જતા ત્રણના મોત.

Share

ભરૂચ – પાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા હિંગલ્લા ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કપાસ ભરીને જઈ રહેલો ટેમ્પો કોઈ કારણોસર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના ધટના સ્થળે મોત થતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ ૧૦૮ ને કરતા બે ૧૦૮ એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા નબીપુર પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણેય મૃતક યુવાનો પારખેત ગામના હોવાની વિગતો સામે આવી છે. મૃતકોમાં (૧) વિષ્ણુ રણછોડ વસાવા (૨) પિયુષ ઠાકોર વસાવા (૩) રોહન પરેશ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સંજય જયંતી પાંચિયા ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે ત્રણ ત્રણ યુવાનો કાળનો કોળિયો બની જતા ભરૂચ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

સુરત પાલિકા દ્વારા સંવેદના દિન સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપલા : કેન્દ્ર સરકારે ગ્રામસભાઓને વિશિષ્ટ અધિકારો પ્રદાન કરવાના પરિપત્ર જાહેર કરતા ગ્રામસભાઓને મળશે અધિકારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!