Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી ACB ટીમે છટકું ગોઠવી લાંચ લેતા ત્રણ શખ્શોને ઝડપી પાડયા

Share

દસાડાથી માલવણ હાઇવે પર રાત્રીના સમયે ખાનગી વાહનોમાં આવતી નકલી પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી નાણા ઉઘરાવાતા હોવાની વ્યાપક બુમરાડો ઉઠવા પામી હતી. ત્યારે દસાડા હાઇવે પરથી નકલી પોલીસ બની વાહનચાલકો પાસેથી રૂ.200 નું ઉઘરાણુ કરતા ત્રણ શખ્સો એસીબીના છટકામાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. મોરબી એસીબી ટીમે ત્રણ શખ્સોને પોલીસના બોર્ડ લખેલી અલ્ટો કાર, ત્રણ મોબાઇલ અને અને રોકડ રકમ મળી રૂ. 1,06,810 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના દસાડા-સાવડા હાઇવે પર અને માલવણ હાઇવે પર રાત્રે નિકળતા વાહનચાલકો પાસે ખાનગી વાહનોમાં આવતી નકલી પોલીસ દ્વારા પોલીસ હોવાનો રોફ જમાવી વાહનચાલકો પાસેથી ગાડીના કાગળ અને લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ્સ ચકાસી રૂ. 100 થી રૂ.1000 ના ઉઘરાણા કરાતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી. જે અંગે મળેલી ફરીયાદના આધારે મોરબી એસીબીના પીઆઇ જે.એમ.આલ સહિતના મોરબી એસીબી સ્ટાફે છટકું ગોઠવ્યું હતુ. મોરબી એસીબી ટીમે દસાડા અને સાવડા ગામ વચ્ચેથી પોલીસનું બોર્ડ લખેલી અલ્ટો કાર સાથે નકલી પોલીસ બની વાહનચાલક પાસેથી રૂ. 200 નું ઉઘરાણું કરી રહેલા મયુદિન કેશુભાઇ સોલંકી, ઇમરાન અબ્દુલ ઢમઢમા અને અવેશ સિકંદર પરમારને લાંચની રૂ.200 ની રકમ સાથે આ ત્રણેય શખ્સો પાસેથી પોલીસના બોર્ડ લખેલી અલ્ટો કાર, ત્રણ મોબાઇલ અને અને રોકડ રકમ મળી રૂ. 1,06,810 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસીબીના આ દરોડામાં પીઆઇ જે.એમ.આલ, મદદનીશ નિયામક વી.કે.પંડ્યા (એસીબી-રાજકોટ) સહિતનો એસીબી સ્ટાફ સાથે હાજર હતો. ત્યારે દસાડા હાઇવે પરથી નકલી પોલીસ બની વાહનચાલકો પાસેથી રૂ.200 નું ઉઘરાણુ કરતા ત્રણ શખ્સો એસીબીના છટકામાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે કાલે ૭ મો AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો – ૨૦૧૮ ખુલ્લો મુકાશે.

ProudOfGujarat

શું ગુજરાતમાં પોલીસને દારૂબંધી લાગુ નથી પડતી ?

ProudOfGujarat

રાજપીપલા : ત્રણ દિવસથી વરસાદી માહોલથી ખેતીના પાકને જીવતદાન મળી જતા ખેડૂતો હરખાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!