Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજ તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્યા

Share

કપડવંજની તોરણા પ્રાથમિક શાળામાં  તાલુકા કક્ષાનો ૨૪ મો બાળ વિજ્ઞાન મેળો યોજાયો હતો. આ મેળામાં વિભાગ-૫ માં નવાબોભા પ્રાથમિક શાળાના પરમાર દક્ષાબેન લાલસિંહ, ચૌહાણ વિલાસબેન પ્રતાપસિંહ અને વિભાગ -૨ માં શાળાના બાળ વૈજ્ઞાનિક ચૌહાણ ધનરાજ, ચૌહાણ નવનીત, ચૌહાણ હર્ષદભાઈ, ચૌહાણ રોહિતભાઈએ શાળાના શિક્ષક ધવલભાઈ બારોટના માર્ગદર્શક હેઠળ ભાગ લીધો હતો. જેમાં વિભાગ-૨ માં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા. નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ-૨ માં પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી વિષયક  સ્માર્ટ ડસ્ટબીન મોડલ રજૂ કર્યું હતું. જેમાં તેઓ તાલુકાકક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમે રહ્યા હતા. શાળાના આચાર્ય તથા શાળા પરિવારે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપળા માં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મકાન નજીકથી માદા દીપડો પકડાયો

ProudOfGujarat

ઈસા ફાઉન્ડેશન યુ.કે.ના સૌજન્યથી તેમજ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇખર ગામના ગરીબ વર્ગના પરિવારોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!