ધીમે ધીમે શિયાળાની રૂતુ સમાપ્ત થઇ રહી છે અને ઉનાળાની રૂતુનો આરંભ થઇ ર્રહ્યો છે અત્યારે ભરૂચ જિલ્લામાં આંબા પર જથ્થાબંધ મોર જણાઈ રહ્યા છે. જેથી એમ કહી શકાય કે કેરીના શોખીન આનંદો આ વખતે ભરૂચ જીલ્લાના બજારમાં કેરીની આવક ખુબ વધુ માત્રામાં થશે. જો કે કેરીના વ્યાપારીઓએ જણાવ્યા અનુસાર તેમજ કેરીના ખેડૂતોના જણાવ્યા અનુસાર દર વર્ષે સામાન્ય રીતે કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે આંબા પરના મોર ખરી જાય છે જેથી કેરીના વેપારીઓ અને ખેડૂતોને ખુબ મોટું નુકશાન થાય છે. આ વર્ષે આવું નુકશાન ના થાય તેવી કામના અત્યારથી જ કેરી પકવતા ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે.