Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

Share

 

ભરૂચ

Advertisement

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   આ વિશેષ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડના ઇન્ચાર્જ ડૉ. લલિત પાટીલ દ્વારા બહેનોને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓના સશક્તિકરણ, સ્વરોજગાર તથા કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બહેનોને આત્મનિર્ભર બની આર્થિક તથા સામાજિક વિકાસ માટે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે આગાખાન સંસ્થામાંથી નર્મદાબેન તેમજ અદાણી ફાઉન્ડેશનમાંથી ખુશ્બૂબેન ચૌધરી અને સ્મિતાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ બહેનોને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત ચાસવડ વિભાગ પરિવાર ઉત્થાન સહકારી મંડળી લિ.માંથી ઉપપ્રમુખ પ્રવિણાબેન તથા મહિલા બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મૌઝા ગામની ઉપસરપંચ લીલાબેન વસાવા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે બહેનો માટે વિવિધ રમત-ગમત અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંગીત ખુરશી દોડ જેવી રમતો યોજાઈ હતી, જેમાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવાયો હતો.

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા આયોજિત આ કાર્યક્રમમાં સ્વયં  પ્રોજેક્ટ સાથે જોડાયેલ સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. અંતે તમામ બહેનોને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.


Share

Related posts

નવસારી જિલ્લા ભાજપ સંગઠન પર્વ અંતર્ગત કાર્યશાળા યોજાઈ…

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં દર્દીઓને સારવારમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા કોંગ્રેસનાં સંદીપ માંગરોલાની કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

2018 लेकर आया नए कलाकारों की सौगात!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!