Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલિકાના કોન્ટ્રાક્ટરે પાણીની લાઈન તોડી, રિપેર નહીં કરતાં રજૂઆત

Share

ભરૂચ શહેરના સ્ટેશન રોડ વિસ્તારની ઘટના

। ભરૂચ !

Advertisement

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સીટી સેન્ટરની સામે આવેલાં ભૃગુ મંઝીલ શોપિંગ સેન્ટરમાં નાસ્તાની દુકાન ધરાવતાં વેપારીએ ફરિયાદ કરી છે કે, તેમના ત્યાં ગત ૨૦મી ફેબ્રુઆરીના રોજ પાણીની પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે કામગીરી વેળાં

નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા તેમની પાણીની પાઈપ લાઈન તોડી નાંખી હતી. જેના કારણે તેમના ત્યાં પાણીનો સપ્લાય બંધ થઈ ગયો હતો. ઘટનાને લઈને તેમણે નગરપાલીકાના પાણી વિભાગમાં સંપર્ક કરી સમસ્યા જણાવતાં તેમણે તેમને કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેથી તેમણે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતાં તેણે નગરપાલિકામાં પાછી વિભાગમાં જાણ કરો તેમ કહેતાં બન્ને એકબીજાને ખો આપી તેમને હેરાન કરે છે. તેમજ તેમની ફરિયાદ કોઈ સાંભળતું ન હતું. અરસામાં પાલિકામાંથી કોઈએ તેમને અરજી આપવા જણાવતાં તેમણે ગત પમી એપ્રીલે અરજી આપી હતી. તેમ છતાં હજી સુધી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ ખાણી પિણીનો વ્યવસાય કરે છે. જેમાં પાણીની તાતી જરૂરિયાત હોય છે. પાલિકા દ્વારા તેમની પાણીની લાઈનનું કામ કરી ન આપતાં તેમને બહારથી વેચાતું પાણી ખરીદી કરવું પડી રહ્યું હોવાનો રોષ પણ તેમણે વ્યક્ત કર્યો છે.


Share

Related posts

જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

ProudOfGujarat

ભરૂચમાં ગણેશ મહોત્સવ: માટી સાથે ગૌ ગોબરમાંથી બનેલ ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનો વધતો ક્રેઝ

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે ગૌચરની જમીનમાં માટી ખનનના મુદ્દે ટી ડી ઓ ને કરાઇ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!