Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પાસે પામોલીન તેલના જથ્થામાં 38.45 લાખની છેતરપીંડી, ટેન્કર ચાલક ફરાર

Share


ગાંધીનગર જિલ્લાના કડી ખાતેથી મહારાષ્ટ્ર લઈ જવા માટે ભરાયેલ પામોલીન તેલના જથ્થામાં ટેન્કર ચાલકે છેતરપીંડી આચરતા 38.45 લાખ રૂપિયાના મુદ્દામાલની હેરાફેરીનો બનાવ સામે આવ્યો છે. મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગરના કડી ખાતેથી પામોલીન તેલ ભરેલું ટેન્કર મહારાષ્ટ્ર જવા માટે નીકળ્યું હતું. ટેન્કરનો ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂકે રસ્તામાં માલ સગેવગે કરી દીધો હતો. બાદમાં તેણે ટેન્કર અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Advertisement

ઘટનાની જાણ થતા માલિક પક્ષે તપાસ કરતા પામોલીન તેલના જથ્થાની 38.45 લાખ રૂપિયાની છેતરપીંડી થયાનું સામે આવ્યું હતું. અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૫૩૫ ગામ તળાવો ઉંડા કરવામાં આવશે

ProudOfGujarat

રાજપીપળા સહિતનાં નર્મદાનાં તમામ પ્રવેશદ્વાર પર પોલીસ કાફલો હોવાથી કારણ વગર પ્રવેશ નહિ અપાઈ.

ProudOfGujarat

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ 1 ચિત્તાનું મોત, છેલ્લા 4 મહિનામાં 8 ચિત્તાના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!