ભરૂચ તાલુકાના કેસરોલ ગામ પાસે બનેલી ઘટના
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં અંભેટા ગામે પરમાર ફળિયામાં રહેતાં અરવિંદ કરશન પરમાર નિવૃત્ત જીવન ગુજારે છે. ગઇકાલે સવારે તેઓ તેમની પત્ની નિરૂબેન સાથે ભરૃચ ખાતે રહેતાં સંબધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોઇ તેઓ ઘરેથી નીકળી જીએએસએલ ચોકડી પાસે આવ્યાં હતાં. જ્યાંથી તેઓ ભરૂચ જવા માટે એક ઇકો કારમાં બેઠાં હતાં. તેમની સાથે અન્ય બે પેસેન્જર હતાં. જે બાદ ઇકો કાર ત્યાંથી ઉપડી ભેંસલી ગામ તેમજ કેસરોલ ગામ પાસેની ભુખી ખાડી પસાર કરી જૂના ટોલ પ્લાઝા પાસે આવતાં તેમની ઇકો કારના ચાલકે આગળ ચાલતી કારને ખોટી રીતે એકદમ સ્પિડમાં ઓવરટેક કરતાં સામેથી આવતી બીજી ઇકો સાથે તેમનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં અરવિંદ પરમાર તેમજ તેમની પત્નીને તથા અન઼ય પેસેન્જરોને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમની ઇકોનો ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. દરમિયાનમાં આસપાસના રાહદારીઓ-વાહન ચાલકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યાં હતાં. ઉપરાંત 108માં જાણ કરતાં તેમની એમ્બ્યુલન્સ આવી પહોંચતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૃચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
