Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકાની ચૂંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભામાં રૂ. 235.10 કરોડનું બજેટ મંજૂર

Share

ભરૂચ : ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વે યોજાયેલી અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં નગર સેવા સદનનું રૂપિયા 235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

રજુ કરાયેલા બજેટમાં રૂપિયા 37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જ્યારે રૂપિયા 197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે નગર સેવા સદન દ્વારા રૂપિયા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષે શહેરના આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આવનારી પાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા ફેરફારો કે નવા કર-વેરા લાગુ કર્યા નથી.

Advertisement

નગર સેવા સદન દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉનહોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે.

બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ભાજપના સત્તાધીશો પર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના સભ્યોના કહેવા મુજબ બજેટમાં 20-20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડોર-ટુ-ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટ મુદ્દે ચર્ચા અને ટીકા-ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ : જૈન સોશ્યલ ગૃપ દ્વારા બહેનો માટે સ્કીલ બેઝ ટ્રેનીંગ વર્ગોનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ નજીક હાઇવે પર  અકસ્માતમાં 4 લોકોના મોત મંડવા ગામ નજીક ટ્રેલરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત……

ProudOfGujarat

ટાઈગર-3 ની સ્ક્રીનીંગ દરમિયાન થિયેટરની અંદર આતશબાજી, વીડિયો વાયરલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!