Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કબ્જે કરાયેલા વાહનો લેવા માલિકોને આખરી તક, નહીંતર હરાજી થશે : પોલીસની ચેતવણી

Share

વાંકલ : ઉમરપાડા અને માંડવી પોલીસ દ્વારા કબ્જે કરાયેલા વાહનોના માલિકોને તેમના વાહનો પરત લઈ જવા માટે આખરી તક આપવામાં આવી છે. અનેક વખત ટપાલ દ્વારા નોટિસ પાઠવ્યા છતાં વાહનમાલિકોએ પોતાનો દાવો રજૂ કર્યો નથી.

માહિતી મુજબ, માંડવી પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ હેઠળ કબ્જે કરાયેલ સી-સ્પાર્ક મોડેલની કાર અને ઉમરપાડા પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરાયેલ બોલેરો વાહન અંગે માલિકોને વારંવાર જાણ કરવામાં આવી હતી. છતાં પણ વાહનો છોડાવવા કોઈ આગળ આવ્યું નથી.

Advertisement

માંડવી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, વાહનોના માલિકો અથવા હક્કદારોને વધુ એક અંતિમ તક આપવામાં આવી રહી છે. જો આ તક છતાં કોઈ દાવો કરવામાં નહીં આવે, તો તે વાહનો હરાજીની પ્રક્રિયા દ્વારા વેચવામાં આવશે.

વાહનોની યાદી માંડવી અને ઉમરપાડા પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી છે. ઉપરાંત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની સત્તાવાર વેબસાઇટ http://spsurat.gujarat.gov.in પર પણ આ વિગતો ઉપલબ્ધ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા વાહનમાલિકોને સમયસર પોતાના હક્કનો દાવો રજૂ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી તેઓ પોતાના વાહનો પરત મેળવી શકે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં તા.૨૫ મી જુલાઇના રોજ વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાશે.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં મહી નદીમાથી વનવિભાગ દ્વારા મગરને પકડી લેવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : ખરચ બિરલા કંપની પાછળ સાત જુગારીઓ લાખોનો જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!