Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓએનજીસીના સોલર પાવર પ્લાન્ટમાંથી 1.45 લાખના કોપર કેબલની ચોરી

Share

 

વાયર ચોરોએ અલગ અલગ ત્રણ દિવસે આવી કુલ 3080 મીટર કોપર કેબલ ચોર્યો

Advertisement

ભરૂચ.

બિહારના નાલંદાના વતની અમિતકુુમાર શ્રવણકુમાર ગુપ્તા હાલ વડોદરાની દરબાર ચોકડી પાસે રહે છે અને વાગરા સીઆઇએસએફ કેમ્પની સામે આવેલાં ઓએનજીસી અંક્લેશ્વર એસેટ સોલાર પ્લાન્ટમાં સાઇટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 17મી ફેબ્રુઆરીએ તેઓ પ્લાન્ટ પર ગયાં અને સોલર પ્લાન્ટ ચાલુ કરવા જતાં તે ચાલુન હીં થતાં તેમણે તપાસ કરતાં ઇન્વર્ટર બેના 10 સ્ટ્રક્ચરમાંથી અંદાજે 400 મીટરનો ડીસી 1.4 સ્કે. મીમી સ્ટ્રીંગ કોપર કેબલ તેમજ 100 મીટર ડીસી 1સી.4 સ્કવે. મીમી. સ્ટ્રીંગ કોપર કેબલ મળી કુલ 500 મીટરનો વાયર ચોરી થયો હતો.. જેના પગલે પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડસને બોલાવી પુછતાં અગાઉ પણ આજ રી તે 28-29 ડિસેમ્બરની રાત્ર 1020 મીટર અને 6-7 જાન્યઆરીની રાત્રે કુલ 1560 મીટર સ્ટ્રીંગ કોપર કેબલ વાયરની ચોરી થઇ હતી. જેના પગલે તેમણે વાગરા પોલીસ મથકે અજાણ્યા ચારોએ અલગ અલગ ત્રણ સમયમાં કુલ 1.45 લાખની મત્તાના કોપર વાયરની ચોરી કરી ગયાં સબબની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જોલવા ચારરસ્તા વિસ્તાર માંથી આધાર પુરાવા વગર વહન થતો સમાન ઝડપાયો

ProudOfGujarat

ભરૂચના તવરા ગામે મહંત પ.પૂ. મંગલદાસની 31 મી પુણ્યતિથિ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

બોલિવૂડના ખ્યાતનામ સિંગર બપ્પી લહેરીની વડોદરા સાથેની જૂની યાદો તાજી કરતા કમલેશ પરમાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!