Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રેલવે મારફતે વલસાડનો સપ્લાયર આપી ગયેલાં દારૂ સાથે બુટલેગર ઝબ્બે

Share

 

ભરૃચ પોલીસે દારૃ સહિત કુલ 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Advertisement

ભરૂચ.

ભરૂચ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ધોળીકુઇ બજાર વિસ્તારમાં કષ્ટભંજન હનુમાન મંદિર પાસે રહેતો કિશન વણઝારા તેની જ્યુપીટર પર ભરૂચ રેલવે સ્ટેશનમાંથી વિદેશીદારૂનો જથ્થો ભરીને સિટી સેન્ટર થઇ ધોળીકૂઇ બજાર તરફ જવાનો છે. જેના પગલે ટીમે સ્ટેશન સર્કલ વિસ્તારમાં અલગ અલગ સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં તે તેની જ્યુપિટર પર પંડિત દિનદયાળ ભોજનાલય પાસે પહોંચતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની જ્યુપીટર પર આગળ વિદેશીદારૂનો જથ્થો ભરેલાં બે મિણીયા થેલા હોઇ તેમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની કુલ 78 હજારના મત્તાની દારૂની બોટલો તેમને મળી આવી હતી. પોલીસે તેની ઉલટ પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, વલસાડનો સંજય યાદવ તેને ભરૃચ રેલવે સ્ટેશનમાં તેને દારૂનો જથ્થો આપી ગયો હતો. જે તે છુટક વેચાણ કરી પોતાનો ખર્ચો કાઢતો હતો. પોલીસે તેની પાસેથી દારૂ, એક મોબાઇલ તેમજ જ્યુપિટર મળી કુલ 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર : માંડવા ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું.

ProudOfGujarat

રાજ્યમાં યોજાયેલ ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ૩૦ હજાર જેટલી શાળાઓને આવરી લેવાઇ.

ProudOfGujarat

રાજપીપલા : શ્રેષ્ઠ કામગીરી દ્વારા દેશની તમામ ડિસ્કોમ્સમાં મોખરાના પ્રથમ ચાર સ્થાનોએ રહી ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!