Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્કૂલવાન ચાલકનો સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

Share

 

સગીરાના પિતાએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી

Advertisement

ભરૂચ.
ભરૂચમાં એક સ્કૂલવાનના ચાલકે તેની જ વાનમાં આવતી એક સગીરાને લલચાવી, ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરમાં આવેલી એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી સગીરાને ઘરેથી શાળા લાવવા લઇ જવા માટે પરીવારે એક સ્કૂલવાન ચલાવતાં અને હલદર ગામના શાહરૂખ રૂસ્તમ ગોહિલની વાન ભાડે કરી હતી. પરિવારે પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલવાન બાંધી હતી. જોકે, સ્કૂલવાન ચાલકે સગીરાને પોતાની વાતોમાં ભોળવી તેની સાથે અલગ અલગ સમયે તેમજ અલગ અલગ સ્થળે લઇ જઇ તેમજ વાનમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાનમાં સગીરાના પરિવારજનોને યેન-કેન પ્રકારે જાણ થઇ જતાં તેમણે સગીરાને સાંત્વના આપી હકિકત પુછતાં તેણે આખી કેફિયત રજૂ કરી હતી. જેના પગલે પરિવારે તુરંત ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ એક્શનમાં આવી હલદર ગામના શાહરૂખ રુસ્તમ ગોહિલની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી સગીરા તેમજ આરોપી શાહરૂખનું તબીબી પરિક્ષણ કરાવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

Dahod district panchayat president wise president election AVBB kalpesh Damor

ProudOfGujarat

વડોદરાનાં ખટંબામાં ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ માતા-બહેનને માર્યા ચપ્પુના ઘા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!