Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં દીપડાનો આતંક: ધોળીકુઈમાં ગાયનું મારણ, વાંકલ સ્ટેશન વિસ્તારમાં બે દીપડા દેખાતા ફફડાટ

Share

માંગરોળ: તાલુકામાં દીપડાના દેખાવ અને હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગઈકાલે ધોળીકુઈ ગામે દીપડાએ ગાયનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી, જ્યારે વાંકલ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિઠ્ઠલભાઈ પટેલની આંબાની વાડી નજીક રાત્રે આશરે ૯ વાગ્યે બે દીપડા દેખાતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ, દીપડા ઘરથી માત્ર અંદાજે ૨૦૦ ફૂટના અંતરે આવી પહોંચતા ત્યાં રહેતા ત્રણ કુટુંબોના લોકો ભયભીત થઈ ગયા હતા. આંબાની વાડીમાં રહેતા પરિવારો બહાર સુતા હતા, પરંતુ દીપડાની હલચલ જણાતા તરત જ ઘર અંદર જઈ આશરો લીધો હતો.

વાંકલ વિસ્તારમાં આંબાની વાડી ધરાવતા વિઠ્ઠલભાઈ પટેલે દીપડાને નજરોનજર જોયો હોવાનું જણાવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર સ્ટેશન વિસ્તાર અને આસપાસના ગામોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

આ ઘટનાની જાણ વન વિભાગના આરએફઓ હિરેન પટેલને કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક પગલાં લઈ પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ ઉઠાવી છે.

ઉલ્લેખનીય છે કે, આ જ વાડી વિસ્તારમાં અગાઉ પણ દીપડાએ ગાયનું મારણ કર્યું હતું અને ત્યારબાદ વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો ઝડપાયો હતો. હાલ ફરી દીપડાની હાજરીને કારણે લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે.

સ્થાનિકોએ વન વિભાગને વહેલી તકે કાર્યવાહી કરી લોકોને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.


Share

Related posts

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, ખાતે INVESTITURE CEREMONYનું આયોજન કરવામાં આવ્યું:

ProudOfGujarat

કસક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ, 3 ફૂટના બદલે 5 ફૂટની ગટર બનશે : રેડ એલર્ટ વચ્ચે જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં; નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ, પાણીના ઝડપી નિકાલ માટે આયોજન

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!