Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર ચોકડી ખાતે શોપિંગ સેન્ટરમાં આગની ઘટના, સમયસર કાબૂ

Share

ભરૂચ:
ભરૂચના ઝાડેશ્વર ચોકડી ખાતે આવેલ આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ શોપિંગ સેન્ટરમાં આવેલી ‘સાઈ અગરબત્તી’ની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગતાં જ શોપિંગ સેન્ટરમાં હાજર ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરી સ્થાનિક લોકોએ તરત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લેવાઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.

Advertisement

જોકે ભરૂચ નગરપાલિકા તથા જીએફસીના ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવામાં વિલંબ થતા સ્થાનિક લોકોએ જ આગ નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જો શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ઉપલબ્ધ ન હોત, તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકતી હતી. આ ઘટનાએ ફાયર સેફટી વ્યવસ્થાની મહત્વતા ફરી એકવાર ઉજાગર કરી છે.


Share

Related posts

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

માંગરોળ ગામનાં ખાનદાન ફળિયામાં પોલીસે રેડ કરી રૂ.9,87,210 નાં મુદ્દામાલ સાથે 10 જુગારીઓને ઝડપી ઝડપી લીધા.

ProudOfGujarat

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!