Proud of Gujarat
bharuchCrime & scandalFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

ભરૂચ જિલ્લામાં ૨૦ બિલ્ડીંગમાં ૩૭૬૭ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપશે

Share

। ભરૂચ ।

ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડીગ્રી એન્જિનિયરીંગ, ડિપ્લોમા/ડીગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાનું રવિવારે આયોજન કર્યું છે. ભરૂચ જિલ્લામાં કુલ ૩૭૬૭ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપનાર છે. ત્યારે પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ પરીક્ષાને લઈને જરૂરી જાહેરનામાં પાડીને ચોક્કસ સુચનાઓ આપવામાં આવી છેજેમાં પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરમાં આવતાં તમામ ઝેરોક્ષ સેન્ટરોને બંધ રાખવા સુચના અપાઈ છે. પરીક્ષાર્થીઓને પણ તાકીદ કરાઈ છે કે, તેમને પરીક્ષા ખંડમાં અઢધો કલાક અગાઉ પ્રવેશ આપવામાં આવશે. તેમજ પરીક્ષાર્થીઓ પર કોઈ પણ જાતના ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ લાવવા પર તેમજ મોબાઈલ, સ્માર્ટ વોચ, કેમેરા જેવા ઉપકરણો લાવવા પર પ્રતિબંધ મુકાયો છે.

Advertisement

રવિવારે યોજાનારી ગુજકેટની પરીક્ષામાં ૨૦ બિલ્ડીંગના ૧૯૦ બ્લોકમાં ૩૭૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના ૧૭૮૫, અંગ્રેજી માધ્યમના ૧૯૫૧ તેમજ હિન્દી માધ્યમના ૯૧ છાત્રોની નોંધણી થઈ છે. જે પૈકીના ગુપ એ એટલે કે મેથ્સની પરીક્ષા માટે ૧૭૮૫, ગ્રુપ બી બાયોલોજી માટે ૧૯૬૬ તેમજ ગ્રુપ એબી (મેથ્સ બાયોલોજી) માટે ૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા પારદર્શક અને શાંતીપૂર્ણ યોજાય તે માટે ૧૭૨ બ્લોક નિરીક્ષકો, ૧૮ ઓબ્ઝર્વર, ૩૬ સેન્ટર અધિકારીની નિમણૂંક કરાઈ છે. ઉપરાતં પરીક્ષા સ્થળ ચુસ્ત પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. વર્ગ ૧-૨ના ૨૦ અધિકારીઓ, ૨૦ શાળાના આચાર્ય-સિનિયર શિક્ષક કેન્દ્ર સંચાલક તરીકે ૪૦ મદદનીશ સ્થળ સંચાલક તરીકે, ૧૯૦ જેટલાં ખંડ નિરીક્ષક તરીકે, ૪૦ જેટલાં કર્મચારીઓ સેવક તેમજ ૬૦ સફાઈ કર્મચારી, પાણી સંગ્રહ કરનારા અને પાણી વ્યવસ્થાપક તરીકેની કામગીરી કરશે.


Share

Related posts

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ કાર્યવાહી બંધ કરતા વિદ્યાર્થીઓએ હલ્લો મચાવ્યો હતો.

ProudOfGujarat

બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભરવામાં આવ્યું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ : ૨૫૦ કિમી ની સાયકલ યાત્રા કરી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” નો સંદેશો અપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!