Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચૂંટણી પહેલા વિકાસ કામોની ઉજાણી : ભરૂચના વોર્ડ નં. 6માં ₹4.46 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Share

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિવિધ વિકાસકામોનું આયોજન
ભરૂચ:
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં એકસાથે રૂ. 4.46 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના હસ્તે કાર્યક્રમ યોજાયો હતો.
માહિતી મુજબ, વોર્ડ નં. 6માં આશરે 30 જેટલા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રસ્તા નિર્માણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને સ્થાનિક સુવિધાઓના વિસ્તરણનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં રસ્તા બનાવવાના કામો હાથ ધરાશે.
ખાસ નોંધનીય બાબત એ છે કે ચાર અલગ-અલગ એજન્સીઓ દ્વારા એકસાથે કામ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી કામ ઝડપથી પૂર્ણ થાય તેવી વાત કરવામાં આવી રહી છે. જોકે, સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ કામો અત્યાર સુધી કેમ અટક્યા હતા અને હવે અચાનક ઝડપથી કેમ શરૂ કરવામાં આવી રહ્યા છે?
કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share

Related posts

ઓનલાઈન રમીમાં 7.5 લાખનું સોનુ અને 3 લાખ હારી જતા પરિણીતાએ કર્યો આપઘાત.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!