Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા ભીડભંજન હનુમાન મંદિર ખાતે સાત દિવસીય ભાગવતનો પ્રારંભ કરાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગરના જૈન દેરાસરની પાછળ આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરમાં આજથી સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઝઘડિયા રામાયણ મંડળ દ્વારા આ સમસ્ત ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે ઝઘડિયા રામાયણ મંડળ તથા મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં ભાગવત કથાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બપોરે બે કલાકે ભીડભંજન હનુમાનજી મંદિરે પહોંચી હતી.

આજ રોજ તા. ૧-૬ થી ૭-૬ સુધી મનુકર્દમ સંવાદ, વરાહ અવતાર – ધૃવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, વમિન રામકૃષ્ણ જન્મ, નંદોત્સવ – ગોવર્ધન પૂજા, રૂક્ષમણી વિવાહ તથા સુદામા ચરિત્ર જેવા ઉત્સવો ઉપર અમદાવાદ શોલાવિદ્યા પીઠ સ્થિત અનંતકૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. બપોરના બે થી સાંજના છ વાગ્યા સુધી સતત સાત દિવસ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાશે. ભાગવત કથા બાદ દરરોજ સાંજે ભીડભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં નગરજનો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા તથા પ્રસાદી નો લાભ લેવા રામાયણ મંડળ દ્વારા નગરજનોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર શહેરના હાઈવે પરઆવેલ નવજીવન હોટેલ પાસેથી ટ્રકમાંથી લાખો રૂપિયાના કાપડની ચોરી

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી

ProudOfGujarat

GVK EMRI ૧૦૮ દહેજ એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દહેજ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!