Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં ભાજપની સંગઠાત્મક બેઠક: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એકજૂથ થઈ જીતનો સંકલ્પ

Share


વાંકલ ખાતે આવેલ પંચકુટિર હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સંગઠાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને સુરત જિલ્લા પ્રભારી ભરત ગેડીયાએ સંભાળ્યું હતું.

બેઠકમાં જિલ્લા સંગઠનની મુખ્ય ટીમ, વિવિધ મોરચાની ટીમો, સંયોજકો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે આગેવાનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ કાર્યકરોએ એકજૂથ થઈ પ્રચાર-પ્રસાર કરવાની તેમજ દરેક બેઠકો પર વિજય મેળવવા માટે સંકલ્પ લેવા હાકલ કરી હતી.

બેઠકમાં સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા મહામંત્રી રોહિત પટેલ, અર્જુનભાઈ, અનિલભાઈ પટેલ, મુકુંદભાઈ તેમજ ડૉ. યુવરાજસિંહ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

RAC ના ચાર્જની હરીફાઈમાં સિનિયરો કાપી જૂનિયરની નિમણૂંકથી કચવાટ 

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ સમારોહ દરમિયાન આપ પાર્ટી દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન દર્શાવતા કાર્યકર્તાઓની પોલીસ દળ દ્વારા અટકાયત…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!