Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્રેક ડાઉન થતાં પહેલાં ટ્રેક પર ઉભી રાખેલી ટ્રકમાં બીજી ટ્રક ભટકાતાં ચાલકનું મોત

Share

ભરૂચ હાઈવે પર માચ ગામના પાટિયા પાસે મળસ્કે બનેલી ઘટના

। ભરૂચ ।

Advertisement

સુરતના ચોર્યાસી તાલુકાના સરથાણા ગામે રહેતાં દિનેશ ખોડા ઝડફિયા શ્રેયા કાર્ટીંગ ટ્રાન્સપોર્ટ ચલાવે છે. તેમના ત્યાં કામ કરતો સુમિવસિંહ શ્યામલાલસિંહ રાજપૂત (મુળ રહે. યુપી) તેમની ટ્રકમાં બોડેલીથી રેતી ભરીને સુરત તરફ આવી રહ્યો હતો. દરમિયાનમાં ભરૂચ નેશનલ હાઈવે પર માચ ગામના પાટિયા પાસે તેમની ટ્રકને અકસ્માત થયો હોવાનું તેમજ તેમના ડ્રાઈવર સુવિસિંહનું મોત થયું હોવાનું માલુમ પડતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. મૃતકના પરિવારજનોને પણ તેઓ સાથે લાવ્યાં હતાં.

તેઓ સ્થળ પર પહોંચતાં તેમની ટ્રક બેજી એક ટ્રકની પાછળ ભટકાઈ હોઈ તેમણે બીજી ટ્રકના ડ્રાઈવરની પુછપરછ કરતાં તેનું નામ ગીરધારીલાલ મોતારામ બીજરનીયા (રહે. રાજસ્થાન) હોવાનું માલુમ પડયું હતું. તેણે જણાવ્યું હતું કે, તેની ટ્રકની બેક ડાઉન થઈ જતાં તેની ટ્રક ચાલતી ન હોવાને કારણે પહેલાં ટ્રેક પર જ ઉભી રાખી હતી. દરમિયાનમાં પાંચેક વાગ્યે સુગિવસિંહે તેની ટ્રક તેમની ટ્રકની પાછળ અથાડી દેતાં તેની ડ્રાઈવર કેબીનનો કુરચો બોલી ગયો હતો. તેમનો ડ્રાઈવર તેમાં ફસાઈ ગયો હોઈ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અરસામાં તેમણે પોલીસ તેમજ ૧૧૨ તથા ૧૦૮માં ફોન કરી જાણ કરતાં એમ્બ્યુલન્સે આવી તપાસ કરતાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડયું હતું નબીપુર પોલીસે પણ મૃતકના દેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ ગઈ હતી. સ્થળ પર માલુમ પડયું હતું કે, ડ્રાઈવર ગીરધારીલાલે તેની ટૂંક બેક ડાઉન થતાં પહેલાં લેનમાં જ ટ્રક ઉભી રાખી હોવા છતાં તેણે કોઈ પણ પ્રકારનું રિફ્લેક્ટર ન રાખી કે આડસ ન મુકવાનેકારણે તેની નિષ્કાળજીના કારણે અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સાગબારા તાલુકાનાં ગોટપાડા ગામની અંબે ગ્રીન સીટી સોસાયટીને COVID-19 કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામું.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે IIT ગાંધીનગર ક્ષેત્રે એકદિવસીય વિઝિટનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં શખ્સના ઘરમાં તોડફોડ કર્યાની ઘટનામાં ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!