Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક મહિલા રીક્ષામાં બેઠીને ગઠિયાઓની ટોળકીએ સોનાની ચેઈન સરકાવી લીધી

Share

 

મહિલા ઘરેથી ચાલતા આવી આઈનોક્સ પાસેથી રીક્ષામાં બેઠી હતી

Advertisement

ભરૂચ

ભરૂચમાં આવેલાં આઈનોક્સ સામેની મિતલ ટેનામેન્ટ ખાતે રહેતાં દેવ્યાનીબેન રાણા તેમના એક સંબંધીનું પુષ્ટી હોસ્પિટલમાં મોત થયું હોય તેઓ ત્યાં જવા માટે ગઈકાલે સાંજે સાડાચાર વાગ્યાના અરસામાં નિકળ્યાં હતાં. તેઓ વરેથી ચાલતાં આઈનોક્ષ પાસે આવ્યાં હતાં. દરમિયાનમાં એક રીક્ષા આવતાં તેઓ તેમાં બેઠાં હતાં. તેમની સાથે પાછળ એક મહિલા સહિત બે જણા બેઠાં હતાં. જયારે આગળ ડ્રાઈવરની સાથે એક શખ્સ બેઠો હતો.

થોડી વાર બાદ આગળ બેસેલો શખ્સ પણ પાછળ આવી ગયો હતો. અને તે દેવ્યાની બેનના ખોળામાં બેસી ગયો હતો. રીક્ષા ચાલતી હોવ ત્યારે એકબીજાને તેઓ ધક્કા મારતાં હતાં. બાદમાં રીક્ષા ચાલકે આરકે ફલેટ પાસે રીક્ષા ઉભી કરી દઈ તમને ના ફાવતું હોય તો ઉતરી જાવ તેમ કહીં તેમને નીચે ઉતારી ત્યાંથી રફુચક્કર થઈ ગયાં હતાં. થોડીવારમાં તેમને જાણ થઈ હતી કે, તેમના ગળામાંથી દોઢ તોલાનું મંગળસુત્ર ગાયબ થઈ ગયું હતું. તેમને તુરંત ધ્યાનમાં આવ્યું હતું કે, રીક્ષામાં બેસેલાં લોકોએ એકસંપ થઈ રીક્ષામાં બેઠાં ત્યારે પક્કામુક્કી કરી તેમની ચેઈન કાઢી વીધી હતી. જેના પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજના આધારે રીલા અને તેના આધારે ગઠિયાઓની ટોળકીને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

સુરતના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરના જીતાલી, દઢાલ અને ઉધનાના 3 મિત્રોએ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી આચરેલો ₹ 9.50 લાખનો સાયબર ફ્રોડ

ProudOfGujarat

ફ્રુટના કેરેટની આડમાં લઇ જવાતો મસમોટો પરપ્રાંતીય ઇગ્લીશનો દારૂ જથ્થો પકડી પાડતી ધોધારોડ પોલીસ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!