Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં સક્રિય અને પૂર્વ પાલિકા પ્રમુખ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનો ટિકિટ ન મળતાં પક્ષ પલટો

Share

 

ભાજપને સત્તામાં લાવવા જજુમતાં કાર્યકર્તાઓની અવગણા કરાયાની કેફીયત

Advertisement

ભરૂચ.

ભરુચ જિલ્લામાં ભાજપ સંગઠનથી નારાજ થયેલાં વોર્ડ નં ૮ના પૂર્વ પ્રમુખ અને છેલ્લા ૨૦ વર્ષથી ભાજપને જીતાડવા સતત પ્રયાસ કરનાર જિજ્ઞેશ બ્રહ્મભહે આ વખતે પાટી પાસે ટિકિટની માગણી કરી હતી. જોકે, પક્ષે તેમને ટિકિટ નહીં આપતાં તેમના ઘરમાંથી ટિકિટ મળે તે માટે પણ પક્ષના હોદ્દેદારોને રજૂઆત કરી હતી. તેમ છતાં તેમની અવગણા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે શુક્રવારે તેઓએ તેમના સાથીઓ સાથે કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ તેમજ શહેર પ્રમુખની ઉપસ્થિતીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.

ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર ૮ સતત વિવાદિત રહ્યો છે. આ પહેલાં મનહર પરમાર કે જેમને ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં અપક્ષમાંથી ઊભા રહ્યાં હતાં. જોકે, બાદમાં તેમના પર શંકાસ્પદ સંજોગોમાં પોલીસ કેસ થયાં હતાં. જે બાદ તેઓ ભાજપમાં પરત જોડાયાં હતાં. ગઈકાલે કોંગ્રેસ શહેર પ્રમુખના વોર્ડમાંથી જ યુવાનોએ ટિકિટ માટે ભારે હંગામો કર્યો હતો. હવે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ત્યારે ભાજપના કેટલાંય દુઃખાયેલાં લોકો તેમને અંદરખાને મદદ કરે તેવી શક્યતાઓ વચ્ચે ભરૂચ નગરપાલિકાન ચૂંટણી હાલમાં ભારે ચર્ચાને અરણે છે.


Share

Related posts

શુભ ભાવથી સેવા ભાવથી ભક્તિ કરીશું તેજ આપણી સાથે આવશે: પૂજ્ય મહંત સ્વામી

ProudOfGujarat

વિસાવદર એન. સી.પરમાર.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

લોકડાઉન બાદ બંધ થયેલ અંકલેશ્વર રાજપીપલા ટ્રેન ક્યારે શરૂ કરાશે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!