Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયતની શુક્લતીર્થ બેઠક પર કોંગ્રેસના ઈન્દ્રસિંહ પરમારે ફોર્મ ભર્યું

Share

કોંગ્રેસે ૨૦૨૧માં પક્ષ વિરોધી કૃત્યને લઈને સસ્પેન્ડ કર્યા હતાં

તવરા, શુક્લતીર્થ, નિકોરા અને ઝનોર તાલુકા પંચાયતની બેઠકોના ઉમેદવારોએ પણ નામાંકન કર્યું

Advertisement

। ભરૂચ !

ભરૂચ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્ય ઈન્દ્રસિંહ પરમારને વર્ષ ૨૦૨૧માં પક્ષ વિરોપી કૃત્યના બદલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જે તે સમયે ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોને દબાલ લાવી પક્ષને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હોવાના આક્ષેપ સાથે તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. દરમિયાનમાં આજે ઈન્દ્રસિંહ રણજીતસિંહ પરમારે જિલ્લા પંચાયતની શુકલતીર્થ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારી કરતાં રાજકિય વર્તુળમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે.

પક્ષ વિરોધી કૃત્ય કરવા જેવા ગંભીર મામલાને લઈને સસ્પેન્ડ કરાતા પક્ષના હોદ્દેદારો સાથે રકઝક પણ કરી હતી. તેમ છતાં તેમને ઉમેદવારી મળવાને લઈને અનેક તર્કવિતર્ક સજાઈ રહ્યાં છે. ઉમેદવાર ઈન્દ્રસિંહ પરમારને તેમનો કોગ્રેસ પથ સાથે થયેલાં વિવાદ અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, તેમનો તે પારીવારિક (પક્ષનો આંતરીક) ઝઘડો હતો. હવે પાછો ઘરમાં આવી ગયો છુ, તેમજ કોંગ્રેસના તવશ, શુકલતીર્થ, નિકોશ અને ઝનોર તાલુકા પંચાયતની બેઠકોના ઉમેદવારો સાથે ફોર્મ ભર્યું છે. ત્યારે ઈન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવતાં જિલ્લા પંચાયતની શુક્લતીર્થ બેઠક સહિત તાલુકા પંચાયતની તવરા, શુક્લતીર્થ, નિકોરા અને ઝનોર બેઠકો પર રાજકિય માહોલ ગરમાયો છે.


Share

Related posts

નાશિકમાં ડ્રગ ફેક્ટરી પર દરોડામાં 300 કરોડનું મેફેડ્રોન જપ્ત કરાયું

ProudOfGujarat

ઝઘડીયા નજીક નર્મદા કિનારે ડુબેલી હાલતમાં ભરુચના તબીબનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા શહેરમાં આવકવેરા વિભાગનાં દરોડા, વેપારીઓ બિલ્ડર લોબીમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!