Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દયાદરા નજીક અકસ્માત: ઉભેલા કન્ટેનરમાં પીકઅપ ઘુસી જતા ક્લિનરનું મોત, ડ્રાઈવર ઇજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દયાદરા નજીક મધરાતે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉભેલા કન્ટેનરમાં બોલેરો પીકઅપ વાન ઘુસી જતા ક્લિનરનું મોત નિપજ્યું હતું અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના વાવડી ગામથી ઘઉં ભરી બોલેરો પીકઅપ લઈને ડ્રાઈવર લાખા સાનિયા (ઉ.વ. 30) અને ક્લિનર જયેશ ગામરા સુરત તરફ નીકળ્યા હતા. મધરાતે આશરે 2 વાગ્યે તેઓ એક્સપ્રેસ વે પરથી પસાર થતા હતા ત્યારે દયાદરા નજીક ત્રીજી લેનમાં અચાનક ઊભેલા કન્ટેનરમાં તેમની પીકઅપ જોરદાર ઘુસી ગઈ હતી.

Advertisement

આ અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાઈવે એમ્બ્યુલન્સ દ્વારા બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ગંભીર હાલતમાં રહેલા ક્લિનર જયેશ ગામરાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માત બાદ કન્ટેનર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે બોલેરો પીકઅપના ડ્રાઈવરે ભરૂચ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સરકારી વિનયન કોલેજ શહેરામાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મૂળનિવાસી એકતા મંચ દ્વારા ગરીબ તથા મધ્યમવગૅનું લોકડાઉનનાં સમયગાળાનું લાઇટ બીલ, શિક્ષણ ફી, મિલકત વેરો તથા લોનનાં હપ્તા પરનું વ્યાજ માફ કરવા માટે કરજણનાં પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કેટલું થયું જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!