Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર નજીક ડાભા ચોકડી પર ભયાનક અકસ્માત: એસ.ટી. બસની ટક્કરે બાઈક ચાલકનું મોત, એક ઇજાગ્રસ્ત

Share

 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ચોકડી વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસ.ટી. બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

Advertisement

આ અકસ્માતમાં બાઈક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ કસ્બા વિસ્તારના રહેવાસી ઈદ્રીસ મહમદ મલેક તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે.


Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડીમાં ઝાડાઉલ્ટી તાવના કેસનો વધારો

ProudOfGujarat

જનતા કરફર્યુંમાં બંધ શહેરના માર્ગો આજે ફરી ધમધમી ઉઠયા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ હોવા છતાં તંત્ર તેનું પાલન કરાવવામાં નિષ્ફળ જોવા મળ્યું.

ProudOfGujarat

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!