Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ નજીક ગલેન્ડા ચોકડી પાસે કાર અકસ્માત, સદનશીબે મોટી જાનહાની ટળી

Share

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલ ગલેન્ડા ચોકડી પાસે બુધવારે એક કાર અકસ્માત સર્જાતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, એક કાર રસ્તો ઓળંગી રહી હતી તે દરમિયાન સામેથી આવી રહેલી બીજી કાર સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસાયત એટલો જોરદાર હતો કે ટક્કર બાદ એક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર રસ્તાની સાઇડમાં આવેલા એક ગલ્લામાં ઘુસી ગઈ હતી. અકસ્માતની અસરથી ગલ્લાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સદનશીબે બંને કારમાં સવાર લોકોને કોઇ ગંભીર ઇજા પહોંચી નહોતી અને જાનહાની ટળી ગઈ હતી.

Advertisement

અકસાયતના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અકસાયતને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, પરંતુ પોલીસે તાત્કાલિક અસરથી ખોટકાયેલાં વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિકને સામાન્ય બનાવ્યો હતો.

આ સમગ્ર મામલે બંને વાહનચાલકોએ આપસી સમજૂતીથી મુદ્દો સમાધાન કરી લીધો હતો, જેથી કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


Share

Related posts

સુરતના ઉધનાનાં ગાંધી કુટીર નજીક મકાનમાં ધૂસી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ભાગતા તેને અટકાવનારને ધક્કો મારીને ભાગી છૂટ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.

ProudOfGujarat

લીંબડી ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!