Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત ગ્રામ્યમાં વાહન ચોરીનો ભાંડો ફૂટ્યો : રીઢો આરોપી ઝડપાયો, 7 વાહનો રીકવર

Share

સુરત ગ્રામ્ય પોલીસે વાહન ચોરીના વધતા બનાવોને લઈ કડક કાર્યવાહી કરતા એક મોટા ગેંગનો ભાંડો ફોડ્યો છે. એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડની સંયુક્ત કામગીરીમાં રીઢા વાહનચોર સોયેબ ઉર્ફે સોયેબ બોબડાને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી કુલ 7 ચોરીના વાહનો કબ્જે કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે આરોપી મુંબઈથી અમદાવાદ તરફ ચોરીના વાહનો વેચવા જતો હતો. તે દરમિયાન એનએચ-48 સર્વિસ રોડ ઉપર રેઈડ કરીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 4 મોટરસાયકલ અને એક ઓટોરીક્ષા મળી આવી હતી. વધુ પૂછપરછમાં આરોપીએ અન્ય જગ્યાએ છુપાવેલા વાહનો અંગે માહિતી આપતા પોલીસે વધુ બે ઓટોરીક્ષા પણ રીકવર કરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી દ્વારા સુરત ગ્રામ્ય, નવસારી અને વલસાડ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 7 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
પકડાયેલ આરોપી સોયેબ બોબડો (ઉ.વ. 28), રહેવાસી બારડોલીનો છે અને તે અગાઉ પણ અનેક વાહન ચોરીના કેસોમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. તેના સામે કુલ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 2.95 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં ઓટોરીક્ષા, મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે.
આ સફળ કામગીરી સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

Share

Related posts

પંચમહાલ : શ્રી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ એન્ડ જીનીગ પ્રેસિગ સોસાયટી લી. ખાતે આધુનિક જીનીગ પ્લાન્ટનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે રજત જયંતિ ઉત્સવ સભા યોજાઈ

ProudOfGujarat

સુરેન્દ્રનગર પાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ મહિલા સફાઈ કામદારએ છેડતી અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!