Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મક્તમપુરની જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોનીના મકાનમાં આગ ભભુકી : લાશ્કરોએ એક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો, સદનશીબે કોઈને જાનહાની નહીં

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચના મક્તપુર પાસે આવેલી જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોનીમાં મકાન નંબર ૨માં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં પાલિકાના લાશ્કરોએ દોડી આવી તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે મકાનના બેડરુમમાં ઈલેક્ટ્રીક સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ઓફિસર કોલોની આવેલી છે. જેમાં મકાન નંબર ૨માં રહેતાં જનક તાપીયાવાલાના બેડરૂમમાં બપોરના સમયે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને ફાયર અધિકારી ચિરાગ ગઢવી તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. ફાયર ફાયટરોએ એક મિની ફાયર ટેન્ડર તેમજ એક વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટકટના કારણે લાગેલી આગથી આખો બેડરૂમ ચપેટમાં આવી જતાં પંખો, એસી સહિત બેડ-ગાદલા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે પ્રાથમિક તબક્કે માલુમ પડયું હતું કે, જનક તાપીયાવાલાના બેડરૂમમાં આવેલાં ઈલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. સદનશીબે કોઈને જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.

ProudOfGujarat

ગોધરા પાલિકાના સફાઇકર્મચારીઓ પોતાની માંગણીઓ નહી સ્વીકારાતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નવનિર્મિત પંચાયત ઘરનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!