Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ: 161 મતદાન મથકો પર સ્ટાફ રવાના

Share

વાંકલ :: માંગરોળ તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે યોજાનાર ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે કુલ 161 મતદાન મથકો પર ફરજ બજાવનાર ચૂંટણી સ્ટાફને જરૂરી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યો હતો.

આમાં પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો તેમજ અન્ય ચૂંટણી કર્મચારીઓ સાથે EVM મશીનો અને મતદાન માટેની જરૂરી સામગ્રીનો સમાવેશ થાય છે. તમામ સ્ટાફને સુવ્યવસ્થિત રીતે તેમના મતદાન મથકો તરફ મોકલવામાં આવ્યો હતો.

Advertisement

ચૂંટણી અધિકારી હરેશભાઈ કાછડ, મામલતદાર એચ.વી. ચાવડા, પંકજભાઈ ચૌધરી તેમજ TDO ધરિયા ની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પડે તે માટે મોહનસિંહ ખેર દ્વારા સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Share

Related posts

કહાનવા ગામે અસ્થિર મગજ યુવતી કુવામાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમ દ્વારા યુવતીને કુવાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ProudOfGujarat

શ્રાવણના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઘૂઘવ્યો માનવ સાગર

ProudOfGujarat

ભરૂચ પથક માં દીપાવલી પર્વની રાત્રીએ ચાર આગના બનાવો નોંધાયા અન્ય નાની મોટી આગના બનાવો પણ બન્યા જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!