Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મતદાનનો ઉત્સાહ જળવાયો: પાલિકામાં 70% અને પંચાયતમાં 80% પાર થવાની શક્યતા

Share

ભરૂચ :

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભરૂચ જિલ્લામાં મતદારોમાં ઉલ્લેખનીય ઉત્સાહ જોવા મળ્યો છે. આકરી ગરમી હોવા છતાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોએ મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.

Advertisement

બપોરે 3 વાગ્યા સુધીના આંકડા મુજબ જિલ્લાની 4 પાલિકાઓમાં સરેરાશ 50 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે, જ્યારે જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોમાં મતદાનનો આંક 59 ટકા આસપાસ પહોંચ્યો છે. આ પ્રવૃત્તિને જોતા અંતિમ મતદાન ટકાવારી પાલિકાઓમાં 70 ટકા અને પંચાયતોમાં 80 ટકા પાર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિગત મુજબ, ભરૂચ જિલ્લા પંચાયતમાં 58.51 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 9 તાલુકા પંચાયતોમાં સરેરાશ 58.41 ટકા મતદાન થયું છે. પાલિકાઓમાં ભરૂચ પાલિકાના 11 વોર્ડમાં 46.34 ટકા, અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડમાં 53.42 ટકા, જંબુસર પાલિકાના 7 વોર્ડમાં 54.34 ટકા અને આમોદ પાલિકાના 6 વોર્ડમાં સૌથી વધુ 68.89 ટકા મતદાન નોંધાયું છે.

વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી, જો કે બપોરના તાપમાન વધતા થોડો ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં, લોકશાહીના મહાપર્વમાં દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ખાસ કરીને આમોદ વિસ્તારમાં બમ્પર મતદાન નોંધાયું હતું, જ્યારે ભરૂચ પાલિકામાં ટકાવારી પ્રમાણમાં ઓછી રહી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતમાં આદિવાસી વિસ્તારોમાં પણ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું સામે આવ્યું છે.


Share

Related posts

ભરૂચના સીટી સેન્ટર સામેથી રૂપિયા 11 લાખથી વધુનો પ્રતિબંધિત દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ*

ProudOfGujarat

રાજપીપલાના જીતનગરમાં સગીર કન્યા સાથે આડા સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવા ઇન્કાર કરતા કન્યાએ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

અન્ડર 15 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં અંકલેશ્વરના ઉપાસના પટવર્ધનનું સિલેક્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!