Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન ચોરી કરતી ગેંગ ઝડપાઈ : રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબજે, એક બાળકી સહિત ચાર ઝડપાયા

Share

અંકલેશ્વર : અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી રિક્ષામાં બેસાડી સોનાના દાગીના ચોરી કરતી ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. 3 મે 2026ના રોજ સાંજના સમયે એક સિનિયર સિટીઝન મહિલા અંકલેશ્વરથી પોતાના ગામ નાંગલ જવા માટે હાંસોટ રોડ પર જોલી ચિક્કીની દુકાન પાસે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ત્યાં આવી હતી, જેમાં પહેલેથી બે મહિલાઓ અને એક બાળક બેઠેલા હતા. ફરિયાદી મહિલા અને અન્ય એક વ્યક્તિ રિક્ષામાં બેઠા બાદ રિક્ષા ચાલકે ઈરાદાપૂર્વક ઝટકા લાગે તે રીતે રિક્ષા હંકારી મહિલાનું ધ્યાન ભટકાવ્યું હતું.

Advertisement

આ દરમિયાન પાછળ બેઠેલા બાળક અને મહિલાઓએ ફરિયાદી મહિલાના ગળામાંથી અંદાજે 26 ગ્રામ વજનની રૂ. 2 લાખ કિંમતની સોનાની ચેઇન તોડી ચોરી લીધી હતી. ત્યારબાદ “પાર્સલ રહી ગયું છે” તેમ કહી ફરિયાદીને રસ્તામાં ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ 303(2), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનો નોંધાતા જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે રિક્ષા ચાલક સુધી પહોંચીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2 લાખ કિંમતની સોનાની ચેઇન, રૂ. 2.50 લાખ કિંમતની રિક્ષા નં. GJ-16-AX-2505 તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં અશોકભાઈ ભગાભાઈ દેવીપૂજક, શકુબેન અશોકભાઈ દેવીપૂજક, રેખાબેન ગોપાલભાઈ ચુડાસમા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટોળકી ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી રિક્ષામાં ઝટકા મારતા મહિલાનું ધ્યાન ભટકાવી બાળક મારફતે સોનાની ચેઇન તોડાવી ચોરી કરતી હતી.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા, પો.સ.ઇ. ડી.બી. જેબલિયા, એમ.જી. રાજપૂત સહિત પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


Share

Related posts

તિલકવાડા કાટકોઈ ગામે ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં સ્ટીલ નીચે દબાઈ જતા કામદારનું મોત,ત્રણનો આબાદ બચાવ. 

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા દોડ ધામ મચી ગઈ.

ProudOfGujarat

ભરૂચ : ડૉ. આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!