Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુનગોની મુલાકાતની તૈયારીઓ તેજ : ૨૨મી મેના રોજ જિલ્લાની મુલાકાતે આવશે NHRCના સભ્ય, કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

Share

 

ભરૂચ

Advertisement

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હીના માનનીય સભ્ય પ્રિયાંક કાનુનગો આગામી તા. ૨૨મી મે ૨૦૨૬ના રોજ ભરૂચ જિલ્લાની મહત્વપૂર્ણ મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાતને લઈને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન માનનીય સભ્યશ્રી જિલ્લામાં માનવ અધિકાર, સમાવેશી વિકાસ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરશે. ખાસ કરીને રોજગાર અને કૌશલ્ય વિકાસ, બાળ અધિકારો, જુવેનાઈલ જસ્ટિસ સિસ્ટમ, માનવ તસ્કરી નિવારણ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોના અધિકારો સહિત પંચાયતી રાજ સંસ્થાઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા હાથ ધરાશે.

સાથે જ નર્મદા વેલી સભ્યતા સાથે જોડાયેલા સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સ્થાનિક સમુદાયોની સમસ્યાઓ અંગે પણ તેઓ ફિલ્ડ વિઝિટ અને પરામર્શ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતના આગોતરા આયોજન અને સંકલન માટે તા. ૧૨મી મે ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ વાગ્યે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના વી.સી. રૂમ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ જરૂરી દસ્તાવેજો અને માહિતી સાથે હાજર રહ્યા હતા.

માનનીય સભ્યશ્રીને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સિટિંગ જજ સમકક્ષનો દરજ્જો અને સુવિધાઓ પ્રાપ્ત હોવાથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી સંકલન માટે તંત્ર દ્વારા ચુસ્ત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઈઝરના સામૂહિક રાજીનામાથી હડકંપ

ProudOfGujarat

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ખાડો પડતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

દેવભુમિદ્રારકા-ખંભાળીયા સેન્ટ્રલ બેન્કમાંથી એક વ્યકિત પાસે રૂપિયા.78000ની ચીલઝડપ કરી બે શખ્સો ફરાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!