Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ATM સ્વેપિંગ ગેંગનો ભાંડાફોડ, એક આરોપી ઝડપાયો

Share

 

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના શક્તીનાથ સર્કલ તથા અંકલેશ્વરના ચૌટા નાકા નજીક આવેલા SBI ATM ખાતે થયેલા ATM સ્વેપિંગના બે ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીની ઓળખ તુષાર અનિલભાઈ કોઠારી (ઉ.વ. 36), રહેવાસી આનંદ તરીકે થઈ છે. આરોપી છેલ્લા દસ વર્ષથી ATM પર વડીલ લોકોને મદદ કરવાની આડમાં તેમનો PIN જાણી ATM કાર્ડ બદલી નાખતો હતો અને બાદમાં અન્ય ATMમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો.

પોલીસ મુજબ આરોપીએ 6 મે 2026ના રોજ ભરૂચના શક્તીનાથ સર્કલ પાસે આવેલા SBI ATMમાંથી એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી ₹40,000 ઉપાડી લીધા હતા. ત્યારબાદ 9 મે 2026ના રોજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં પણ સમાન રીતથી ₹18,500ની છેતરપીંડી કરી હતી.

LCB ટીમને મળેલી બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રોકડ રકમ અને એક મોબાઇલ મળી કુલ ₹7,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ ભરૂચ, વડોદરા, સુરત, અમદાવાદ, આનંદ સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપીંડી, ચોરી અને ATM સ્વેપિંગના 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર કામગીરી LCBના PSI એ.વી. નશિયાળીયા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

નડિયાદ સિવિલ રોડ ઉપર રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

રૂપાણી સરકાર માસ્કના દંડ મુદ્દે લેશે મોટો નિર્ણય : સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત.

ProudOfGujarat

કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓના શોષણનો આક્ષેપ, ભરૂચના પોલ્ટ્રી ફાર્મરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા : 40-45 દિવસ મરઘાં ઉછેર્યા બાદ પણ યોગ્ય વળતર નહીં મળતું હોવાનો દાવો; રૂ.12 પ્રતિ કિલો વળતરની માંગ, માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!