Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા શહેરના પાંચબત્તી સર્કલ ખાતે 300 લીટર ઠંડી છાશનું વિતરણ

Share

 

ઠંડી છાશનું વિતરણ કરી ગરમીથી ત્રસ્ત લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે માનવ સેવા અને રાહતનો સુંદર પ્રયાસ જોવા મળ્યો હતો. ભરૂચ સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા શહેરના પાંચબત્તી સર્કલ ખાતે રાહદારીઓ અને વાહનચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

યુવા મંડળના કાર્યકરો દ્વારા આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરી ગરમીથી ત્રસ્ત લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરની તાપમાનભરી ગરમીમાં લોકોને ઠંડક અને તાજગી મળતા આ સેવાકીય કામગીરીને સ્થાનિકોમાંથી સારો પ્રતિસાદ અને સરાહના મળી હતી.

આ પ્રસંગે વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોના આ સેવાભાવી કાર્યને બિરદાવતાં જણાવ્યું હતું કે, સમાજમાં આવી માનવતાભરી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થવી જોઈએ, જેથી જરૂરિયાતમંદ લોકોને મદદ અને રાહત મળી રહે.

કાર્યક્રમ દરમિયાન યુવા કોંગ્રેસના નિખિલ શાહ સહિત તેમની ટીમ તેમજ સહકાર ગ્રુપ યુવા મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી સેવાકીય કામગીરીમાં જોડાયા હતા.


Share

Related posts

ઉમરપાડા તાલુકામાં સરપંચની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું અમલ કરાવવા કોંગ્રેસ સમિતિની માંગણી .

ProudOfGujarat

ડેડીયાપાડા : BTTS ના ગુજરાત પ્રમુખ ચેતર વસાવાની અટકાયત ના અહેવાલ : મામલતદાર કચેરીએ ફરી આવેદન આપશે !

ProudOfGujarat

ભરૂચ ના ઘી કોડિયા વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે ભુવો પડતા ઇકો કાર ભુવામાં ફસાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!