Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાની ગોદરેજ કંપનીને એનજીટીએ 47.40 લાખનો દંડ ફટકાર્યો : જીપીસીબીની ટીમે ચેકિંગ કરતાં પ્લાન્ટમાં અનેક પ્રકારની જોખમી ક્ષતિઓ જણાઈ હતી

Share

 

ભરૂચ.

Advertisement

સુરતના પલસાણા ખાતે રહેતાં દર્શન નથવાણીએ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં સલ્ફોનેશન પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વેસ્ટ કેમિકલ પ્રોડક્ટ (AOS Economy liquid) ના ગેરરીતિપુર્વક નિકાલ, વેચાણ તેમજ પર્યાવારણ અને જાહેર આરોગ્યને સંભવિત જોખમ અંગે તપાસ કરવા અરજી કરી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર જીપીસીબીની ટીમ દ્વારા ગત ૧૦મી ડિસેમ્બરના રોજ વાલિયા પાસે આવેલી ગોદરેજ કંપનીમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે ચેર્કિંગ કર્યું તે વેળાં એએલએસ બેચમાંથી ઉત્પન્ન થતાં એએલએસ એસિડ ડુમ્સ ઉત્પાદન ક્ષેત્રની નજીક ખુલ્લા વિસ્તારમાં સંગ્રહ કરાયાં હતાં. કંપનીના સલ્ફોનેશન પ્લાન્ટ તેમજ અન્ય પ્લાન્ટની આંતરિક ગટરોમાં દુષિત ગંદુ પાણી જોવા મળ્યું હતું. ઉપરાંત એકમના તમામ આંતરિક ગટરોમાં તથા યુનિટના SWD દુષીત પાણીથી ભરેલાં જણાયાં હતાં. ઉપરાંત યુનિટના આંતરિક SWD નેટવર્કમાં અપૂરતુ જો જોવા મળી હતી. પ્લાન્ટની હાઉસકિપીંગ નબળી જણાઈ હતી. ઉપરાંત નિરીક્ષણ દરમિયાન સલ્ફોનેશન પ્લાન્ટ વિસ્તારમાં સલ્ફોનિક એસિડ ખુલ્લામાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. તેમજ નિલકાનો રેકોર્ડ પણ જાળવવામાં આવ્યો ન હતો.

કંપની પરીસરમાં તૈયાર ઉત્પાદનથી ભરેલાં ૧૫૦૦થી વધુ ડ્રમ્સ ખુલ્લામાં સંગ્રહિત કર્યા હતાં. ઉપરાંત કંપનીએ કાર્બનિક અવશેષો ( ગ્લિસરીન પગ) ભરેલાં ડુમ્સ પણ ખુલ્લામાં જ સંગ્રહ કર્યા હતાં. તેમજ જોખમી કચરો વિસ્તાર પુરો પાડયો છે ત્યાં જોખમી કચરાના ઉત્પાદનના જથ્થાના પ્રમાણમાં અપુરતો જોવા મળ્યો હતો. જેનાપગલે ટીમે તમામ બાબતોનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કચેરીએ રિપોર્ટ મોકલ્યો હતો. જેના આધારે ૩૦મી ડિસેમ્બરે ગાંધીનગર ઉચ્ચ કચેરીએ ગોદરેજ કંપનીને તેની ક્ષતિઓમાં સુધારણા કરવાની ૧૫ દિવસની મહેતલ સાથેની નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે સાથે કંપનીને EDC (એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્શેશન)ના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના બદલામાં ૮ લાખની બેન્ક ગેરેન્ટી પણ લેવામાં આવી હતી. દરમિયાનમાં એનજીટીમાં તમામ અહેવાલ રજૂ થતાં એનજીટીએ કંપનીને 47.40 લાખનો પર્યાવરણને નુકસાન કરવાના વળતર પેટે દંડ કરાયો છે.


Share

Related posts

ભરૂચ પેરોલ ફલો સ્કોડ દ્વારા પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડાયો.

ProudOfGujarat

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર

ProudOfGujarat

સુરેન્દ્રનગર : પાટડીમાં આવારા તત્વો દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મુકતા મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!