Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં પ્રેમ સંબંધની જૂની અદાવતમાં યુવકની જાહેરમાં હત્યા : દરગાહ નજીક છરાના ઘા ઝીંકી 40 વર્ષીય મહેબૂબ ઉર્ફે લાલા મહીડાની કરપીણ હત્યા; LCBએ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

Share

આમોદ નગરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધની જૂની અદાવતને લઈ 40 વર્ષીય યુવકની જાહેર રસ્તા પર નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આમોદના એસ.ટી. ડેપો નજીક આવેલી મહમદ શાહપીરની દરગાહ પાસે ગત બપોરે આ લોહિયાળ બનાવ બન્યો હતો. આરોપી સાહિલ ચૌહાણે 40 વર્ષીય મહેબૂબ ઉર્ફે લાલા મહીડા પર છરાના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જાહેરમાં થયેલા આ હુમલાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેબૂબ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકના પરિવારની એક મહિલા સાથે આરોપીના મોટાભાઈના પ્રેમ સંબંધને લઈને લાંબા સમયથી મનદુઃખ અને અદાવત ચાલી રહી હતી. આ જ અદાવત મનમાં રાખીને સાહિલે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાની બાઈક ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ એલ.સી.બી.એ તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે વિવિધ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ રાત્રિના સમયે આરોપી સાહિલ ચૌહાણને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે આમોદ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
બીજી તરફ, મૃતક બે માસૂમ બાળકોના પિતા હોવાનું સામે આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આક્રોશિત પરિવારે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેમજ ઉત્તર પ્રદેશની જેમ ‘બુલડોઝર એક્શન’ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.

Share

Related posts

આજરોજ નેત્રંગ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ ખાબકતા ઠંડકનો અનુભવ થયો હતો

ProudOfGujarat

ઝઘડીયા : સારસા માતાના ડુંગરનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા માંગ.

ProudOfGujarat

કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશ્મશા સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!