Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંખવાવ ખાતે સ્વ. ભંવરલાલજી ખત્રીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : 42 યુનિટ રક્ત એકત્રિત, યુવાનો અને ગામજનોએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

Share

વાંકલ : માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે શ્રી.બી.એમ.ખત્રી ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિઝન ગ્રુપ ઝંખવાવ ના સંયુક્ત ઉપક્રમે સ્વ. ભંવરલાલજી મોતીલાલજી ખત્રી ની 19મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 42 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

“તમારું એક રક્તદાન ત્રણ જીવન બચાવી શકે છે” ના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં ગામજનો, યુવાનો અને સમાજસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ કામગીરી કરી હતી.

Advertisement

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમેદભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટી નવીનચંદ્ર ખત્રી તથા વિમલાબેન ખત્રી, વિઝન ગ્રુપના અમિષભાઈ કોઠારી અને નિલેશભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ગામના અગ્રણી તરીકે મનોજભાઈ શાહ, કલ્પેશભાઈ પટેલ, ડૉ. ધવલ ચૌધરી, ગોપાલ ચૌધરી તથા નવસારી સુશ્રુષા બ્લડ સેન્ટર ના સ્ટાફે પણ ઉપસ્થિતિ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો.

આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા બદલ આયોજક સંસ્થાઓએ તમામ રક્તદાતાઓ, મહેમાનો, સહયોગીઓ અને ગામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં સહભાગી થવા અપીલ કરી હતી.


Share

Related posts

બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી મોટી રકમ પડાવતી ગેંગને ઝડપી પાડતી છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, કાયદાકીય લડતનો એલાન

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા 61 માં ભાજપને રાજયમંત્રી આર.સી. ફળદુનો ટેકો… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!