Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિવૃત્ત પોલીસકર્મી-તેમની પત્નીને સગા પુત્રએ માર માર્યો, પિતાની ફરિયાદ : અવાર-નવાર તકરાર કરી ઘરમાં ટીવી મોબાઈલ ગેલેરીનો કાચ તોડી ૪૦ હજારનું નુકસાન કર્યું

Share

 

ભરૂચ  તાલુકામાં આવેલાં તવરા રોડ પર ગોલ્ડન લક્ઝરીયા ખાતે રહેતાં ૬૦ વર્ષીય જશુભાઈ ખુશાલભાઈ જાંબુ પોલીસ ખાતમાંથી નિવૃત જીવન ગુજારે છે. તેમનો એક પુત્ર દહેજ કંપનીમાં ફાયર સેફ્ટીમાં નોકરી કરે છે. જ્યારે નાનો પુત્ર કેનેડા ગયો છે. તે તેમની પત્ની રમીલા અને પુત્ર બ્રિજેશ સાથે રહે છે. દરમિયાનમાં ગત ૧૭મી મેના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં તેઓ ઘરમાં સુઈ રહ્યાં હતાં. તે વેળાં તેમનો પુત્ર બ્રિજેશ નશો કરેલી હાલતમાં ઘરે આવી જમવાનું શું બનાવ્યું છે ? તેમ પુછતાં તેમણે જણાવ્યું હતું કે, બીરીયાની બનાવી છે, તું હાથ-મો ધોઈ લે અને જમીલે. તેમ કહેતાં તેમનો પુત્ર બીજેશે રસોડામાં જઈ બિરયાનીનું તપેલું ફેંકી દીધું હતું. તેમજ તેમને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરવા લાગ્યો હતો.

Advertisement

જેથી તેઓ કહેવા જતાં બ્રિજેશે તેમના પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં તેમની પત્ની છોડાવવા વચ્ચે પડતાં બિજેશે તેની માતાને પણ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી ઘરમાંથી નિકળી ગયો હતો. જોકે, જતાં જતાં આજે તો તું બચી ગયો છે જો પોલીસ બોલાવી મને પકડાવીશ તો જામીન પર છુટી તમને લોકોને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. બ્રિજેશ છેલ્લા કેટલાંય સમયથી આજ પ્રકારે વારંવાર ધમાલ કરી ઘરમાં ટીવી ફોડી નાંખી, ગેલેરીનો કાચ તોડી નાંખી, તેમજ મોબાઈલ ફોન ફેંકીને તોડી નાંખી કુલ ૪૦ હજારનું નુકશાન કર્યું છે. તેને તેઓએ બેદખલ કરી દીધો હોવા છતાં તે સુધરવા માંગતો નથી. તે અવાર નવાર વૃદ્ધ માતા-પિતા પર હાથચાલાકી કરતો હોય છે. જેના પગલે તેમણે આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુનગોની મુલાકાતની તૈયારીઓ તેજ : ૨૨મી મેના રોજ જિલ્લાની મુલાકાતે આવશે NHRCના સભ્ય, કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

સુરતમાં છ મહિના પહેલા કુતરાના સંપર્કમાં આવેલી બાળકીનું હડકવાથી મોત

ProudOfGujarat

વડોદરા : વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ તથા એસ.એસ.જી હોસ્પિટલનો સંયુક્ત સન્માનિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!