Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રાફિક ચલણના મેસેજ થકી ભરૂચના શખ્સ સાથે ૫.૩૧ લાખની ઠગાઈ ભરૂચના શખ્સે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે મહર્ષી બંગ્લોઝમાં રહેતાં રજનીકાંત ઠાકોરભાઈ શેઠ અંકલેશ્વરની કો-વેસ્ટો ઈન્ડીયા પા. લી. કંપનીમાં છેલ્લાં ૩૫ વર્ષથી પ્રોડક્શન વિભાગમાં સિનિયર એક્ઝીક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. ૩ મેના રોજ તેમના મોબાઈલ નંબર પર એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં તેમની હોન્ડા એક્ટીવાનું ચલણ પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવ્યું હતું. જે મેસેજને તેમણે કિલક કરતાં તે મેસેજ ખુલ્યો ન હતો. જોકે, તે બાદ ૫ મેના રોજ તેમના મોબાઈલની સ્ક્રીન ઓલવેઝ ઓન મોડમાં આવી ગયો હતો. તેમણે તેમના મોઈબાલ સુટિંગમાં ફેરફાર કરવાની કોશિષ કરી હતી. જોકે, તેઓ તે પણ કરી શક્યાં ન હતાં. જોકે, તે વેળાં તેઓ તેમના એક સંબંધીને ત્યાં ઘરે બાબરીના પ્રસંગમાં હોવાથી તેમણે તે બાબતે ખાસ ધ્યાન આપ્યું ન હતું.

અરસામાં ૮ મેના રોજ તેમની ક્રેડ નામની એપ્લિકેશનમાં તેમના અલગ અલગ ક્રેડિટ કાર્ડની સ્થિતી જોવા તેમણે એપ્લિકેશન ખોલતાં તેમની યુ એમાનઉન્ટ ૨.૪* લાખ બતાવતી હતી. તેમણે આટલી મત્તાનો કોઈ નાણાંકિય વ્યવહાર કર્યો ન હોવા છતાં આટલી મોટી રકમ ડયુ એમાઉન્ટમાં બતાવતાં તેમણે તેમના અલગ અલગ ક્રેડિટ કાર્ડની વિગતો ખોલીને જોતાં તેમના આઈસીઆઈસીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડમાં ૨૫ હજારના 6 ટ્રાન્જેક્શન થકી કુલ ૧.૫૦ લાખ, એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડમાં ૪૮ હજારના બે ટ્રાન્ઝેક્શન થકી ૯0 હજાર ઉપડી ગયાં હતાં. જયારે તેમના એચડીએફસી બેન્કના સેવિંગ ખાતામાંથી ૨.૮૫ લાખ ઉપડી ગયાં હતાં. એમ મળી કુલ ૫.૩૧ લાખની તેમની સાથે ઓનલાઈન સાયબર કાઈમ થયો હોવાનું માલુમ પડતાં તેમને ભરૂચ સાયબર કાઈમ પોલીસ મથકે મામલાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સાયબર ફોડના સુત્રધારના પગેરૂં મેળવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા

ProudOfGujarat

ને.હા.48 પર આવેલ રિગલ હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં ભરેલ શંકાસ્પદ પ્રવાહીનાં જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં TSP ૧૦૪ યોજના હેઠળ રૂા.૧.૫૬ કરોડના કામો મંજૂર કરતી રાજય સ૨કા૨.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!