Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કંટવાવ ગામે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

Share

 

વાંકલ :: દિપક ફાઉન્ડેશન દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકાના કંટવાવ ગામે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સઘન બને અને સામાન્ય લોકોને પ્રાથમિક તબક્કે જ આરોગ્ય નિદાન મળી રહે તે હેતુસર યોજાયેલા આ કેમ્પને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

Advertisement

આ કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર સુરતના DTO ડૉ. દિનેશભાઈ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સમીર ચૌધરી તેમજ વાંકલ PHC ના મેડિકલ ઓફિસર ડૉ. હર્ષ રાદડિયા ના માર્ગદર્શન અને સહયોગ હેઠળ યોજાયો હતો. કેમ્પ દરમિયાન કુલ ૧૦૨ જેટલા લોકોની નિઃશુલ્ક X-Ray, બ્લડ શુગર, બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન (Hb) તેમજ આંખોની તપાસ કરવામાં આવી હતી.

કેમ્પમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા ટીબી રોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી તેમજ સમયસર નિદાન અને સારવારના મહત્વ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને સ્વચ્છતા, પોષણ અને નિયમિત આરોગ્ય તપાસ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પને સફળ બનાવવા માટે STS સલમાનભાઈ, STLS પ્રણવભાઈ, MPHW મયુરભાઈ, CHO અનિતાબેન તેમજ વાંકલ PHC ના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આરોગ્ય કર્મચારીઓએ લોકોની તપાસ સાથે જરૂરી સલાહ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

ટીબી મુક્ત ભારતના સંકલ્પ સાથે ગ્રામ્ય વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસરૂપે આયોજિત આ કેમ્પ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આયોજકો દ્વારા આગામી સમયમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.


Share

Related posts

ખેડાના ખુમારવાડ ગામે યુવાન મોબાઇલ ટાવર પર ચઢી જતાં દોડધામ મચી

ProudOfGujarat

ગોધરા: જીલ્લા વિકાસ અધિકારી એ.જે શાહે સિવીલ હોસ્પિટલના ચોકીદારને ડંડો ફટકાર્યો..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ટોલ નાકા વચ્ચે અકસ્માતમાં બે ને ઇજા એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!