Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ અને ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સંભવિત નામોની ચર્ચા તેજ

Share

 

વાંકલ :: તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપના મેન્ડેટ આધારે માંગરોળ અને ઉમરપાડા તાલુકા પંચાયત માટે સંભવિત ઉમેદવારોના નામોને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે સંગીતાબેન ગામીતનું નામ આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે રાજુભાઈ પટેલનું નામ સંભવિત માનવામાં આવી રહ્યું છે. બંને નામોને લઈને પક્ષના કાર્યકરોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

તે જ રીતે ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સપનાબેન વસાવાનું નામ ચર્ચામાં છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અમરસીંગ બાંગાભાઈ વસાવાનું નામ સંભવિત ઉમેદવાર તરીકે સામે આવી રહ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર ધરાવતા ઉમરપાડા તાલુકામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

હાલ સુધી પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રદેશ અને જિલ્લા કક્ષાના મેન્ડેટ આધારે આ નામો લગભગ નક્કી માનવામાં આવી રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત બાદ તાલુકા પંચાયતના નવા સુકાનીઓના નામ પર અંતિમ મહોર લાગશે.

પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચાલી રહેલી અટકળોને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે સૌની નજર પક્ષ દ્વારા થનારી સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.


Share

Related posts

અમદાવાદમાં ડોમિનોઝના 86 આઉટલેટ પર GST દરોડા, રૂ.6 કરોડ કરચોરી પકડાઈ

ProudOfGujarat

ઉનાળા ની આગ ઝરતી ગરમી નો પારો તેની ચરમ સીમા વટાવતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાં 29 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!