Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરનાર ગામના શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી આપો, કલેક્ટરને રજૂઆત :  સાયખા-વિલાયત GIDCથી માત્ર એક કિમી દૂર હોવા છતાં સ્થાનિકોને રોજગારી નહીં મળતી હોવાનો આક્ષેપ

Share

 

ભરૂચ: વાગરા તાલુકામાં દહેજ, સાયખા અને વિલાયત GIDCનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતો પોતાની કિંમતી જમીનો ઉદ્યોગોના વિકાસ માટે સંપાદનમાં આપી રહ્યા છે ત્યારે આસપાસના ગામોના યુવાનોને કંપનીઓમાં રોજગારી નહીં મળતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ મુદ્દે વાગરા તાલુકાના સરનાર ગામના રહિશોએ સોમવારે જિલ્લા કલેક્ટર નવનાથ વ્યવહાણેને લેખિત આવેદનપત્ર આપી સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની માગ કરી હતી.

Advertisement

આ વિસ્તારમાં કેમિકલ ડિવિઝન, સેલ્યુલોસિક ફાઈબર ડિવિઝન, ઈપોક્સી ડિવિઝન, આદિત્ય બિરલા ગ્રાસિમ, જ્યુબિલન્ટ, કલરટેક્સ, નેરોલેક પેઈન્ટ્સ, ઘરડા કેમિકલ, ફાર્મા કેમિકલ્સ, સુપ્રમી, કેલિબર એન્જિનિયરિંગ, સચીન ઈન્ડસ્ટ્રીઝ અને આકાંક્ષા ઈન્ડસ્ટ્રીઝ સહિતની અનેક કંપનીઓ કાર્યરત છે. આટલા મોટા ઔદ્યોગિક વિસ્તાર વચ્ચે સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઊભી થવી જોઈએ તેવી ગ્રામજનોની લાગણી છે.

સરનાર ગામના રહિશોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમનું ગામ સાયખા અને વિલાયત GIDCથી માત્ર એક કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. તેમ છતાં બંને GIDCની કંપનીઓમાં ગામના શિક્ષિત બેરોજગાર યુવાનોને સન્માનજનક નોકરી આપવામાં આવતી નથી. બીજી તરફ બહારના વિસ્તારો અને અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોને ઝડપથી નોકરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલીક કંપનીઓમાં સ્થાનિક યુવાનોને વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરાવવામાં આવે છે, જ્યારે અન્ય રાજ્યમાંથી આવેલા લોકોને સીધી કાયમી નોકરી આપવામાં આવે છે. સ્થાનિક યુવાનો સાથે આવી અસમાનતા દૂર કરી તેમની લાયકાત મુજબ રોજગારી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

સરનારના ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે કંપનીઓ સાથે જરૂરી સંકલન કરી સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની યોગ્ય તક અપાવવાની માંગ કરી છે.


Share

Related posts

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઇન્દલાવી ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી.

ProudOfGujarat

વિસાવદર કરોડો ના ખર્ચે બનેલ નવા ધારી બાયપાસ ના કામ ભ્રષ્ટાચાર ગળા ડૂબ પાણી અને મસમોટા ખાડા ખોલી રહિયા છે પોલ નાયબ મુખ્યમંત્રી દ્વાર કરવામાં આવ્યું તું લોકાર્પણ

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!