Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

Share

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર પીસીબી દ્વારા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે ઇક્કોસ્પોર્ટ કારની અંદર મોટી માત્રામાં દારૂ વડોદરા શહેરની અંદર લાવવામાં આવી રહ્યો છે ત્યારે બાતમીના આધારે આજવા ચોકડી પાસે ફોર્ડ ઇક્કોસ્પોર્ટ ગાડી પકડવામાં આવી હતી અને ગાડીની તપાસ કરતા ગાડીમાં 72 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેમાં ભાવેશ કહાર અને ચંદ્રકાંત કહારની અટકાયત પીસીબી દ્વારા કરવામાં આવી હતી. 72 બોટલ, 4 મોબાઈલ ફોન અને ફોર્ડ ઇક્કોસ્પોર્ટ મળીને કુલ રૂ. 5,50,800/- નો મુદ્દામાલ PCB દ્વારા જપ્ત કરવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે તાલુકા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને નવા કાર્યાલયને ખુલ્લુ મુકાયુ.

ProudOfGujarat

કરજણ નજીક નેશનલ હાઈવે પર બાઈક પરથી પટકાતા 3 યુવાનના મોત, શરીરના ફુરચેફુરચા ઉડ્યા

ProudOfGujarat

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!