Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાવજમાં કોમન દિવાલમાં ખીલી મારવાના મુદ્દે પાડોશીઓ આમને-સામને : ડ્રીલ મશીનથી કાણાં પાડતા શરૂ થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

Share

ભરૂચ :
ભરૂચ તાલુકાના ચાવજ ગામે આવેલી રાધે રેસિડન્સીમાં રહેતાં બે પાડોશીઓ કોમન દિવાલમાં ખીલી મારવા જેવી નજીવી બાબતે બાખડી પડતાં મામલો સી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોએ એકબીજા સામે મારામારી અને ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાધે રેસિડન્સીમાં રહેતા અને કલરકામની મજૂરી કરતા નરેશ રામગીરીશ સહાની ગઈકાલે મજૂરોને મૂકવા માટે બહાર ગયા હતા. દરમિયાન તેમની પત્નીએ ફોન કરી જાણ કરી હતી કે, પાડોશમાં રહેતા નંદલાલ તેમના ઘરની બહાર આવેલી કોમન દિવાલમાં ડ્રીલ મશીનથી કાણાં પાડી ખીલી મારી રહ્યા છે. દિવાલમાં અગાઉથી તિરાડ હોવાથી ખીલી ન મારવા જણાવવા છતાં કામ ચાલુ રાખતા નરેશ ઘરે પરત ફર્યા હતા. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં નંદલાલે ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ડ્રીલિંગ મશીનનો પાછળનો ભાગ મારતા નરેશના માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્ત નરેશને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, નંદલાલ મુખલાલ પ્રસાદે પણ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ કોમન દિવાલ પર પતરાનો શેડ નાખવા માટે ડ્રીલ મશીનથી કાણાં પાડી રહ્યા હતા ત્યારે નરેશની પત્ની સુનિતાએ વિરોધ કર્યો હતો. તેમણે દિવાલ કોમન હોવાનો જવાબ આપતા સુનિતાએ પતિને બોલાવી લીધો હતો. બાદમાં નરેશ અને તેમની પત્ની સાથે ઝઘડો કરી મારામારી કરતાં પોતાને ઇજાઓ પહોંચી હોવાનું નંદલાલે ફરિયાદમાં જણાવ્યું છે.
સમગ્ર બનાવ અંગે સી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હાલોલનાં પ્રમુખ તથા લઘુમતી સમિતિના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ સીટી પોલીસ નો ડી સ્ટાફ ની કામગીરી નું મૂલ્યાંકન કોણ કર શે…? દરરોજ માત્ર ૨ થી ૫ લી દેશી દારૂ ઝડપી સંતોષ માનતી ડી સ્ટાફ

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર રોડ પરના ખાડામાં આરએન્ડબી દ્વારા મેટલ પથ્થર નાખી છોડી દેવાતા રાહદારીઓને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!