Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ પંથકમાં તસ્કરોનો આતંક : વાંકલ અને ધોળીકુઈ સીમમાં 20થી વધુ ખેડૂતોના મોટરના વાયર ચોરાયા, ખેડૂતોમાં રોષ

Share

 

વાંકલ :

Advertisement

માંગરોળ પંથકમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. વાંકલ અને ધોળીકુઈ ગામની સીમમાં આવેલા 20થી વધુ ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરના વાયરો ચોરી થતાં ખેડૂતોમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, અજાણ્યા તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ખેતરોમાં ઘુસી મોટરના કિંમતી ઇલેક્ટ્રિક વાયરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે ખેડૂતો ખેતરે પહોંચતા ચોરીની ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, મોટરના વાયર ચોરી જતાં સિંચાઈ કામગીરી પર સીધી અસર પડી રહી છે, જેના કારણે ખેતીકાર્યો ખોરવાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા પોલીસ તંત્ર પાસે તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવાની તેમજ પંથકમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવવામાં આવી છે.


Share

Related posts

ઝઘડીયાના ગુલા ફળીયા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ.

ProudOfGujarat

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ઇમરજન્સી નંબર કર્યો જાહેર

ProudOfGujarat

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર તેજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!