Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ બાયપાસના સર્વિસ રોડની દયનીય હાલત: સ્થાનિકોમાં રોષ, GSRDC પર ભ્રષ્ટાચારના આક્ષેપ; રસ્તો બ્લોક કરવાની ચીમકી

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલા સર્વિસ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ દર વર્ષે GSRDC દ્વારા સર્વિસ રોડનું કામ કરવામાં આવે છે, પરંતુ ચોમાસું શરૂ થતાં જ રસ્તો ધોવાઈ જાય છે અને ફરીથી ખાડાઓથી ભરાઈ જાય છે.

સ્થાનિકોએ રાજ્ય સરકારના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે એક તરફ આધુનિક ટેક્નોલોજીથી રસ્તા બનાવવાના દાવા કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ ભરૂચ બાયપાસના સર્વિસ રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે. તેમણે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીની ગડકરીને ભરૂચની મુલાકાત લઈ રાજ્યના માર્ગોની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવાની અપીલ કરી હતી.

સ્થાનિકોએ GSRDC પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે બાયપાસ બ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. અનેક વખત અધિકારીઓને ડ્રેનેજ લાઇન બનાવવાની રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે આસપાસના રહીશો પોતે રોડ પર ઊભા રહી વાહનચાલકોને સુરક્ષિત માર્ગ બતાવી રહ્યા છે જેથી તેઓ ખાડાઓમાં પટકાઈ ન જાય.

સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને સંબંધિત તંત્રને સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી GSRDCને તાત્કાલિક સર્વિસ રોડનું ગુણવત્તાસભર સમારકામ કરવા સૂચના આપવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં શાળા પરિણામના દિવસે વાલી મિટિંગનું આયોજન કરાયું

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

કબીરવડ ખાતે ડૂબેલા મામા-ભાણેજ પૈકી મામાનો મૃતદેહ મળ્યા બાદ ભાણેજની પણ લાશ મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!